Health Drinks:  જો તમે તમારા બાળકને એનર્જીના નામે બોર્નવીટા પીવડાવી રહ્યા છો તો સાવધાન થઇ જાઓ ! સરકારે આપી આ સુચના

0
95
Health Drinks
Health Drinks

Health Drinks:  જો તમે તમારા બાળકને અનર્જીના નામે માર્કેટમાં મળતી બોર્નવીટા પીવડાવી રહ્યા છો તો સાવધાન થઇ જાઓ,, અને એકવાર આ સમાચાર વાંચી લો.  સરકારે ઈ-કોમર્સ કંપનીઓને મોટો આદેશ જારી કર્યો છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિતના પીણાંને હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી દૂર કરવા આદેશ આપ્યો છે.  

Health Drinks:  Bournvita પીતા લોકો સાવધાન!  

Health Drinks

Health Drinks:  સરકારનું આ નિવેદન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) નું નિષ્કર્ષ આવ્યા બાદ આપ્યું છે.  તેમણે જાહેર કર્યું છે કે, ફૂડ સેફ્ટી-સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નિયમો હેઠળ કોઈ પણ હેલ્થ ડ્રિંક્સની વ્યાખ્યા કરવામાં આવતી નથી. ખાદ્ય સુરક્ષા અને ધોરણો દ્વારા પણ આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 10 એપ્રિલે જારી કરાયેલા આ નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ ઈ-કોમર્સ સાઇટ્સ અને પ્લેટફોર્મને બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી દૂર કરવાની સૂચના આપવામાં આવી રહી છે.

Health Drinks:  હેલ્થ-એનર્જી ડ્રિંક્સના નામે વેચાતા જ્યુસ સામે કડક કાર્યવાહી  

Health Drinks

Health Drinks:  આ મહિનાની શરૂઆતમાં સરકારે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે વેચવામાં આવતા જ્યુસ સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારે ઈ-કોમર્સ વેબસાઈટને સૂચના આપી હતી કે તેઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે તમામ પ્રકારના જ્યુસ વેચી શકશે નહીં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કહ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોને યોગ્ય રીતે સેગમેન્ટ કરવા જોઈએ. પ્રોડક્ટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. એનર્જી ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક આશરે 50 ટકાના દરે વધી રહ્યું છે. યુવાનોમાં તેનો વધતો વપરાશ ચિંતાજનક છે. ઘણા સંશોધનોએ આરોગ્ય પર તેની ગંભીર અસરો જાહેર કરી છે. તેથી FSSAI પણ આ બાબતે ગંભીર બની છે.

Health Drinks:  હવે એક અલગ કેટેગરી બનાવી પડશે 

Health Drinks

Health Drinks:   FSSAI અનુસાર, માલિકીના ફૂડ લાયસન્સ હેઠળ આવતા ડેરી આધારિત, અનાજ આધારિત અને માલ્ટ આધારિત પીણાં હેલ્થ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંકના નામે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચવામાં આવશે નહીં. આ માટે કંપનીઓએ અલગ કેટેગરી બનાવવી પડશે. એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ફક્ત કાર્બોનેટેડ અને કાર્બોરેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. આ કાર્યવાહીની મદદથી ગ્રાહકોને પ્રોડ્ક્ટ્સ અંગે કસ્ટમર્સને સાચી માહિતી આપી શકશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો