રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

0
59
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.આણંદ અને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ ત્યારે માહોલ જામતા મોગર વગાસી ચિખોદરા સારસા વાસદ તથા ગણેશ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. હાઇવે પર વૃક્ષોની ડાળીઓ પડી ગઈ હતી. વરસાદના કારણે હાઇવે પર ટ્રાફિકને અસર થઈ હતી. અનેક વિસ્તારમાં પાવર સપ્લાય ખોરવાયો હતો.મહીસાગરજીલ્લાનાં અલગ અલગ તાલુકાઓ પણમાં કમોસમી વરસાદનુ કડાકા ભડાકા સાથે આગમન થયું હતું.લુણાવાડા નાગરના દરકોલી દરવાજા, માંડવી બજાર, સોની વાળ સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા.લુણાવાડા નગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.

આણંદ અને મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો

વાતાવરણમાં ઠંડક પ્રસરી

નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

પવન સાથે વરસાદ વરસ્યો, આણંદ અને મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો

પાણી ભરાયા

RAIN WATER 1

રાજ્યમાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.જેના કારણે કેટલાક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.પાટણમાં પણ ભારે પવન સાથે  વરસાદ વરસ્યો હતો. જેના કારણે તરાજી સર્જાઈ છ. ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ સાંતલપુરના ફાંગલી ગામમાં ભારે પવનના કારણે મોટું નુકસાન થયું છે.રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગમી 7 જૂન થી 11 જૂન સુધી  વરસાદ પડી શકે છે.દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્કયુલેશન બનશે.આ વાવાઝોડાને  બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. જેના કારણે જૂનની આસપાસ સાયક્લોનિક  સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.

વરસાદને લગતા અન્ય સમાચાર ક્લીક કરો