HomeGujaratસુરેન્દ્રનગરના જેગડવા ગામે ગૌશાળામાં ભીષણ આગ

સુરેન્દ્રનગરના જેગડવા ગામે ગૌશાળામાં ભીષણ આગ

ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું

ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેગડવા ગામે વટેશ્વર ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિકરાટ રૂપ ધારણ કર્યું હતું. આગ લગતા અહીં ઘાસચારો બળીને ખાક થઇ ગયો હતો. ગૌશાળાના સંચાલકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અહીં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments