સૂર્યાસ્ત નો અદ્ભુત નજારો જોવા આ ૭ સ્થળની મુલાકાત લો

0
54
સૂર્યાસ્ત નો અદ્ભુત નજારો
સૂર્યાસ્ત નો અદ્ભુત નજારો

ભારત એક એવો દેશ છે, જ્યાં વિશ્વના ફરવા લાયક સ્થળોનો અનુભવ થાય છે. તેવામાં જાણો ભારતના ૭ એવા સ્થળો કે જ્યાં સૂર્યાસ્તનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. જેમ કે, તમિલનાડુમાં આવેલું કન્યાકુમારી. જે ભારતના દક્ષિણ છેડે આવેલું છે, તે તેના અદ્ભુત સૂર્યાસ્તના દ્રશ્યો માટે જાણીતું છે. ત્યારબાદ કેરળમાં આવેલું એલેપ્પી બેકવોટર્સ. અહીં હાઉસબોટ રાઈડનો આનંદ માણી શકાશે અથવા અસ્ત થતા સૂર્યને જોવા માટે બેકવોટર પર સ્થળ શોધી શકાશે. આ ઉપરાંત, ગોવા પણ સૂર્યાસ્તના નજારા માટે જાણીતું છે. અહીં આપ કોઈપણ બીચ અથવા કિલ્લા પરથી અહીં સુંદર સૂર્યાસ્ત જોઈ શકો છો. ત્યારબાદ અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું માઉન્ટ આબુ. જે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જો તમને સૂર્યાસ્ત જોવાનો શોખ હોય તો તમારે આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. રાજસ્થાનમાં આવેલું જેસલમેરમાં પણ આથમતા સૂર્યને જોવો એક અદ્ભુત અનુભવ અપાવશે. ગુજરાતમાં આવેલ કચ્છનું સફેદ રણ પણ સૂર્યાસ્ત જોવા માટેનું અત્યંત સુંદર સ્થળ છે. ઉત્તરપ્રદેશમાં આવેલું વારાણસી પવિત્ર નદી ગંગાના કિનારે આવેલું એક શહેર છે, જ્યાં તમે સૂર્યાસ્ત દરમિયાન અનોખો આધ્યાત્મિક અનુભવ મેળવી શકો છો.

જાણવા જેવું ભારતીય સેના એ બનાવ્યો હાથીઓની અવર જવર માટે ગ્રીન કોરીડોર