Gujarat: ગુજરાતમાં વરસાદ મન મૂકીને તૂટી પાડ્યો, હવમાન વિભાગે કરી  આગાહી

0
122
Gujarat: ગુજરાતમાં તૂટી પાડ્યો વરસાદ, હવમાન વિભાગે કરી  આગાહી
Gujarat: ગુજરાતમાં તૂટી પાડ્યો વરસાદ, હવમાન વિભાગે કરી  આગાહી

Gujarat: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.

Gujarat: ગુજરાતમાં તૂટી પાડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં  ભારે વરસાદનું અનુમાન છે.  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદ છે. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.

  • દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. 
Gujarat: ગુજરાતમાં તૂટી પાડ્યો વરસાદ, હવમાન વિભાગે કરી  આગાહી
Gujarat: ગુજરાતમાં તૂટી પાડ્યો વરસાદ, હવમાન વિભાગે કરી  આગાહી
  • Gujarat: રાજ્યમાં સવારે 6થી બપોર 2 સુધી 164 તાલુકામાં વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવા, જામનગરના ધ્રોલમાં અઢી ઈંચ વરસાદ
  • વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ
  • ભરૂચના વાગરા, સવા ઇચ તો કામરેજમ બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ
  • માળીયા હાટીનામાં બે ઈંચ
  • મેંદરડામાં બે ઈંચ
  • 24 કલાકમાં બોરસદમાં પોણા બે ઈંચ
  • વડોદરા તાલુકામાં પોણા બે ઈંચ
  • ટંકારામાં દોઢ ઈંચ
  • વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગોધરામાં દોઢ ઈંચ
  • જલાલપોરમાં દોઢ ઈંચ
  • રાજકોટ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
  • ડોલવણ – વ્યારામાં દોઢ ઈંચ
  • બોડેલી – ગણદેવીમાં વરસ્યો પોણા બે ઈંચ
  • નાંદોદ, હાંસોટમાં પોણા બે ઈંચ
  • ધોરાજીમાં દોઢ ઈંચ
  • વલ્લભીપુરમાં દોઢ ઈંચ
  • ઉમરાળામાં દોઢ ઈંચ
  • દ્વારકા-જામકંડોરણામાં દોઢ ઈંચ
  • વઘઈ -વાગરામાં દોઢ ઈંચ
  • માંગરોળ – જાંબુઘોડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

Gujarat રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં  સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા.

સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. સુરતના રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર જેસીબીની મદદથી ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા હતા.

દ્વારકા : જગત મંદિરે ચડતી નૂતન ધજા પર વરસાદની અસર જોવા મળી. જગત મંદિરની ધજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી. આ નિર્ણય અબોટી પરિવાર અને દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો આવ્યો. વરસાદ અને પવનની ગતિ ઓછી થયા બાદ ધજા પૂર્ણ દંડ પર લહેરાવાશે.

Gujarat: અમદાવાદમાં પ્રિ મોન્સુનના દાવા પોકળ

અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના (AMC pre monsoon) દાવા પોકળ સાબિત થયા છે.

અમદાવાદ શહેરમાં રવિવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 25 મિમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 84.63 મિમી અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 36.58 મિમી વરસાદ નોધાયો હતો. રવિવારના દિવસે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભારતમાં વરસાદના હાલ-હવાલ                                 

દિલ્લી નજીક ગાઝિયાબાદના મોદીનગરમાં સાંબેલાધારે વરસેલા વરસાદથી કેટલીય કોલોની થઈ જળમગ્ન બની હતી.  કેટલાક ઘરોમાં  પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં રહેલી ઘર વખરી પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે.            

ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદના કારણે બરસાતી નદીમાં પૂર આવ્યું છે. પાણીના તેજ પ્રવાહમાં શ્રદ્ધાળુઓ ફસાયા છે. SDRFની ટીમે મહામહેનતે ફસાયેલા તમામ લોકોનું  રેસ્ક્યુ હાથ ઘર્યુ છે. હરિદ્વારમાં ગંગા નદીના પૂરમાં અડધો ડઝનથી વધુ ગાડીઓ તણાઈ હતી. ણીના તેજ પ્રવાહમાં તણાયેલી કાર હર કી પૌડી પહોચીં હતી.

અસમના ડિબ્રુગઢમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.  CRPF કેમ્પમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.  રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.  રાહત-બચાવ ટીમે કામગીરી શરૂ કરી છે.

અમેરિકાના મોનોના કાઉન્ટીમાં પણ પૂર

સંયુક્ત રાજ્ય અમેરિકાના મોનોના કાઉન્ટીમાં પણ પૂરના કારણે  સ્થિતિ વણસી  છે.  જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ…. ખેતર, રોડ-રસ્તા, જળમગ્ન થયા છે. નદીઓએ પણ ભયજનક સપાટી વટાવતા નદીના પટ જળમગ્ન થયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો