ભાદરવો ભરપૂર
મોરવા હડફમાં આભ ફાટ્યુ
મોરવાહડફમાં 10.25 ઇંચ વરસાદ
રાજ્યમાં સર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન ફરી એકવાર જામી છે, વરસાદી ઝાંપટાનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની સિઝન ફરી એકવાર જામી છે, વરસાદી ઝાંપટાનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને મોરવા હડફમાં આભ ફાટ્યુ છેઆભ ફાટ્યુ છે. મોરવા હડફમાં 10 ઈંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યમાં સર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા
બજારની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારી ચિંતા વ્યાપી
દુકાનદારોનો પાણીમાં પલળી જતા મોટાપાયે નુકસાન
કાલોલ તાલુકામાં ભારે વરસાદ
ગોમા નદી બે કાંઠે વહેતી થઈ
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
કાલોલ તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે કાલોલ નગરમાં આવેલી ગોમા નદીમાં ઉપરવાસ વરસાદને કારણે ખૂબ જ પાણીની આવક થઈ હતી જેના કારણે ગોમા નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને ગુમા નદીમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ની ચારેકોર પાણી ભરાયા હતા જાણે વરસાદે સ્વયંભૂ મહાદેવજીને અભિષેક કર્યો હોય તેવું લાગતું હતું કાલોલ નગરમાં આવેલ તળાવ વિસ્તારમાં ઇન્દિરા નગર રહેણાંક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદને કારણે પાણી ભરાયા હતા અને આ તળાવ વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા જોકે કોઈ જાન માલની નુકસાની થઈ ન હતી કાલોલ મામલતદારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમને તળાવ વિસ્તારમાંથી પાણી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી એક મોટર ચાલુ હતી અને બીજી મોટર પર લગાવવામાં આવી હતી જેના કારણે આ વિસ્તારના લોકોને રાહત થઈ હતી નગરપાલિકા દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે મોટર તાત્કાલિક ધોરણે ચાલુ કરી પાણી બહાર કાઢ્યું હતું જેના કારણે લોકોમાં રાહત થઈ હતી
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ