કેરીનો રસ વેચનારા વેપારીઓના ત્યાં દરોડા

0
219

કેરીની સીઝન શરુ થતાની સાથેજ કેરીનો રસની યાદ તો પહેલાજ આવે કેરી આવી તેની લોકો ખુબ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે કેરીના રસના વેચનારાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના રસ વિક્રેતાના ત્યાં દરોડા પાડ્યા હતા. અડાજણ વિસ્તારમાં પાલિકા વિભાગની ટીમે તપાસ શરુ કરી હતી. કાર્બનથી પકવતા કેરી વિક્રેતા પકડાય તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે આજરોજ સુરતમાં અડાજણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. કેરીના વેપારીઓના ત્યાંથી સેમ્પલ લઇને તેની ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરવામાં આવશે.વધુ માહિતી માટે જોતા રહો વી આર લાઈવ