રાહુલ ગાંધીના વકીલની હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશનની માંગ

0
151

રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં તેમને કરવામાં આવેલી 2 વર્ષની સજાને હાઈકોર્ટમાં પડકારી છે.ગુરૂવારે રાહુલ ગાંધીના વકીલે  હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણીની માગ કરી હતી.જેને જજ ગીતા ગોપીએ મંજૂર કરી હતી.રાહુલના વકીલે તારીખની માગ કરતા જજે નોટ બીફોર મી કહ્યું હતું.નોંધનીય છે કે મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી રાહત મળી ન હતી.રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં સજા પર રોક લગાવવાની માગણી કરતી અરજી પણ કરી હતી જોકે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.ત્યારે રાહુલ ગાંધીએ હવે માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.માનહાનિ કેસમાં દોષી જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી હતી  માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ