RAHUL GANDHI :  ગુજરાતમાં જીત માટે રાહુલના આંટાફેરા શરુ , રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાત

0
161
RAHUL GANDHI
RAHUL GANDHI

RAHUL GANDHI :  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોક ગુજરાતમાં ચૂંટણી જીતી બતાવશે તેનો દાવો કર્યો હતો, જેથી હવે ગુજરાતને પાર પાડવા રાહુલ ગાંધીના ધક્કા ગુજરાતમાં વધશે તે ચોક્કસ નક્કી છે, દેશના રાજકારણની સાથે સાથે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો લાવવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ ભવન પર પથ્થરમારા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે,     

RAHUL GANDHI

RAHUL GANDHI :   આવતીકાલે એટલે કે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર પણ જશે, જ્યાં રથનું કોંગ્રેસ દ્વારા દર વર્ષે પૂજન કરવામાં આવે છે, તેમાં ભાગ લેશે. તેની સાથે સાથે મોરબી બ્રિજ, હરણીબોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે.

RAHUL GANDHI :   રાહુલ પોલીસે ધરપકડ કરી તે કોંગી કાર્યકરોને મળશે

RAHUL GANDHI


2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓને બીજા પહોંચી હતી, જે બનાવ અંગે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે.

RAHUL GANDHI :   રાહુલ જગન્નાથ મંદિરે દર્શન કરીને રથનું પૂજન કરશે

RAHUL GANDHI


દર વર્ષે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા રથયાત્રા અગાઉ રથયાત્રાના અગાઉના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે. આવતીકાલે કોંગ્રેસના નેતાઓ રથનું પૂજન કરવા જવાના છે,. રાહુલ ગાંધી પણ જગન્નાથ મંદિર દર્શન કરીને રથના પૂજન માટે જશે. આ ઉપરાંત એલિસબ્રિજ પોલીસની કસ્ટડીમાં કોંગ્રેસના પાંચ કાર્યકરો છે, તેમને પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન રાહુલ ગાંધી મળવા જઈ શકશે છે.

RAHUL GANDHI :   ગુજરાતની વિવિધ દુર્ઘટનાના પીડિતોને કોંગ્રેસ કાર્યાલયે મળશે

RAHUL GANDHI


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલા રાજકોટ અગ્નિકાંડ, હરણી તળાવ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારનો સંપર્ક શરૂ કર્યો છે, જે પરિવાર અમદાવાદ આવવા ઈચ્છશે તે તમામને કોંગ્રેસ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે. રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ કોંગ્રેસ કાર્યાલય પર મળી શકશે છે. કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોને પણ રાહુલ.ગાંધી સંબોધવાના છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો