HomeDeshPunjab Influencer Murder Case:પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ હત્યા કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો

Punjab Influencer Murder Case:પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ હત્યા કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો

Punjab Influencer Murder Case: પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધુની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે હત્યાના કેસમાં સંડોવાયેલા હોવાના આરોપસર પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા બાદ આરોપી પંજાબથી નાસીને અમદાવાદ આવ્યો હતો.

Punjab Influencer Murder Case: લોહારકા રોડ પર મેડ સંધુ પર ફાયરિંગ

Punjab Influencer Murder Case:

મળતી માહિતી મુજબ, 3 ઓક્ટોબર 2026ના રોજ સાંજે અમૃતસરના લોહારકા રોડ પર મેડ સંધુ પોતાની કાર વોશ કરાવવા માટે રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની નજીક જઈ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં મેડ સંધુને ગોળી વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જોકે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

મેડ સંધુ મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા પર જાણીતા ચહેરા હતા. તેઓ LGBTQ+ સમુદાયમાં પણ જાણીતા હતા.

Punjab Influencer Murder Case: ગોલ્ડી ધિલ્લોન ગેંગના નામે જવાબદારીનો દાવો

હત્યાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન ગેંગના નામે હત્યાની જવાબદારી લેતી પોસ્ટ સામે આવી હતી. ત્યારથી પંજાબ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Punjab Influencer Murder Case: હત્યા બાદ અમદાવાદ આવ્યો હતો આરોપી

તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પરમિંદર પ્રસાદને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, પરમિંદરે મેડ સંધુ પર ફાયરિંગ કર્યું હતું અને અન્ય આરોપી સાથે બાઈક પર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યા બાદ તે પંજાબમાંથી ફરાર થઈ અમદાવાદ આવ્યો હતો.

હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

Punjab Influencer Murder Case:

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બે શખ્સો બાઈક પર આવ્યા હતા. એક શખ્સ બાઈક પર જ રહ્યો હતો જ્યારે બીજો મેડ સંધુ પાસે પહોંચ્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં આશરે 4થી 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જણાવાયું છે, જેમાંથી બે ગોળી મેડ સંધુને વાગી હતી.

ઘટનાના સંબંધમાં એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મેડ સંધુ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હોવાના પ્રત્યક્ષદર્શીના દાવાની પણ તપાસ જરૂરી છે.

આ પણ વાંચો :5Gથી 6G સુધી ભારતની ઝડપી દોડ: ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં PM મોદી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments