HomeDeshPM Modi on Digital India:5Gથી 6G સુધી ભારતની ઝડપી દોડ: ઇન્ડિયા મોબાઇલ...

PM Modi on Digital India:5Gથી 6G સુધી ભારતની ઝડપી દોડ: ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં PM મોદી

PM Modi on Digital India: ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ડિજિટલ ટેક્નોલોજી અને ટેલિકોમ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મોબાઇલ ફોન હવે માત્ર વાતચીત કે ચેટિંગનું સાધન રહ્યો નથી, પરંતુ સરકારની સેવાઓ અને યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનું મહત્વનું માધ્યમ બની ગયો છે.

PM મોદીએ જણાવ્યું કે આજે સરકારની સેંકડો સેવાઓ મોબાઇલ ફોન દ્વારા ઉપલબ્ધ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સરકારી યોજનાઓના નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચે છે. તેમના જણાવ્યા અનુસાર, DBT વ્યવસ્થાથી અત્યાર સુધીમાં આશરે ₹50 લાખ કરોડ સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે અને આશરે ₹5 લાખ કરોડ ખોટા હાથોમાં જતા બચ્યા છે.

PM Modi on Digital India: મોબાઇલ બન્યું સુશાસનનું સાધન

PM Modi on Digital India:

વડાપ્રધાને કહ્યું કે ટેલિકોમ ક્ષેત્ર હવે માત્ર નેટવર્ક, સ્પેક્ટ્રમ અને ઇન્ટરનેટની ઝડપ સુધી સીમિત નથી. મોબાઇલ કનેક્ટિવિટી ડિજિટલ ગવર્નન્સની કરોડરજ્જુ બની છે. સરકારી સેવાઓ મોબાઇલ સુધી પહોંચતાં લોકોને કચેરીઓના ધક્કા ખાવા અને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત ઘટી છે.

તેમણે કહ્યું કે એક સમયે દેશમાં ડિજિટલ ડિવાઇડ મોટો પડકાર હતો, પરંતુ સસ્તા ડેટા અને મોબાઇલ કનેક્ટિવિટીના વિસ્તરણથી આ અંતર ઝડપથી ઘટ્યું છે.

PM Modi on Digital India: 2022માં આ જ મંચ પરથી 5Gની શરૂઆત

PM મોદીએ યાદ અપાવ્યું કે 2022માં આ જ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના મંચ પરથી દેશમાં 5G સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતે 5G ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે. તેમના જણાવ્યા મુજબ દેશમાં હવે 5.5 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન કાર્યરત છે અને દેશના ખૂણે-ખૂણે 5G કનેક્ટિવિટીનો વિસ્તાર થઈ રહ્યો છે.

PM Modi on Digital India:

PM Modi on Digital India: AI અને 6G પર ખાસ ફોકસ

આ વખતના ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને 6G ટેક્નોલોજી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં 100થી વધુ દેશોના આશરે દોઢ લાખ લોકો ભાગ લેવાના છે.

PM Modi on Digital India: નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે નાના પાટેકરે પોતાના અભિનય અને વિવિધ પાત્રો દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમના નિધનને તેમણે કલા જગત માટે મોટી ખોટ ગણાવી.

આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવાના ઘરે હાર્ટ એટેક આવ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments