Pune Porsche case : પુણેમાં દારૂના નશામાં પોર્શ કાર ચલાવીને બે એન્જિનિયરોની હત્યાના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું છે, સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2021માં સુરેન્દ્ર અગ્રવાલે તેના ભાઈ આરકે અગ્રવાલ સાથે પ્રોપર્ટી વિવાદને ઉકેલવા માટે છોટા રાજન પાસે મદદ માગી હતી. હાલ આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
Pune Porsche case : ગત 19મી મેની રાત્રે પુણેમાં એક 17 વર્ષીય સગીરે દારૂના નશામાં પોર્શ કાર ચલાવી ગમખ્વાર અકસ્માત (Pune Porche accident) સર્જ્યો હતો. પોર્શ કારે ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર બે 24 વર્ષીય યુવાન એન્જિનિયરો માર્યા ગયા હતા. અકસ્માત સર્જનારા સગીરના પિતા શહેરના મોટા બિલ્ડર હોવાને કારણે તેની સામે યોગ્ય કાર્યવાહી નહીં થઇ હોવાના આરોપ છે, એવામાં સગીર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને હેરાન કરાતો હોવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સગીરના દાદાનું અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન પણ જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આની પણ તપાસ કરવામાં આવશે.
Pune Porsche case : શિવસેના નેતાની હત્યામાં આવ્યું નામ
એક અહેવાલ મુજબ કન્સ્ટ્રકશન બિઝનેસ શરૂ કરનાર તેના દાદાનું કથિત રીતે અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. વર્ષ 2009માં શિવસેનાના કોર્પોરેટર અજય ભોસલેની હત્યા માટે છોટા રાજનની ગેંગના ગુંડાઓને સોપારી આપવા બદલ તેમની સામે CBIએ કેસ નોંધ્યો હતો.
Pune Porsche case : બીજી તરફ, પોલીસે સગીર આરોપી કરતાં તેના પિતા વિશાલ અગ્રવાલ પર વધુ આરોપો લગાવ્યા છે. FIR મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ જાણતો હતો કે તેનો પુત્ર સગીર છે. તેમ છતાં, તેણે માત્ર તેના પુત્રને 2.50 કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિનાની પોર્શ કાર આપી, પબમાં દારૂની મહેફિલ માટે તેમનું ક્રેડિટ કાર્ડ પણ આપ્યું. તમને જણાવી દઈએ કે 18મી મેની રાત્રે, આરોપીએ એક પબમાં દારૂની મહેફિલ બાદ બાઇક પર સવાર યુવક અને યુવતીને કાર સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના મોત નીપજ્યાં હતાં.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો