PRIYANKA GANDHI : કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે ગુજરાત, વલસાડમાં સંબોધશે જનસભા  

0
31
PRIYANKA GANDHI
PRIYANKA GANDHI

PRIYANKA GANDHI   :  લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકોસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન અને BJP વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યા છે.

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI   :  ધરમપુરના દરબાર ગઠમાં પ્રિયંકા ગાંધી સવારે 10 વાગે સભાને સંબોધન કરશે. આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. બીજીતરફ એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.

PRIYANKA GANDHI   : વલસાડ લોકસભા બેઠક ઉપર આવતા 7 વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા અપીલ કરવા આવશે. પ્રિયંકા ગાંધીના આગમનની વાત સામે આવતા જ કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ ધરમપુરમાં પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. હિટ વેવને ધ્યાને રાખીને કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું છે.

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI   :  અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘અનંત પટેલ કે સંઘર્ષ મેં સાથ દેને આ રહી હૈ પ્રિયંકાજી’ના નામથી પોસ્ટર પોસ્ટ કરી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી વાડરાની સભા સવારે 10 વાગ્યે રાખવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે, 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઠમાં આવશે. અમારા અત્યાર સુધીના સંઘર્ષમાં સહભાગી થવા પ્રિયંકાબેન આવી રહ્યા છે. ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા અને પ્રિયંકા ગાંધીને સાંભળવા તત્પર છે. ધરમપુરના દરબાર ગઠ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીની તૈયારીમાં જોતરાય ગયા છે. સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ સ્વરૂપ દેખાતા પ્રિયંકા ગાંધીને મળવા આદિવાસી સમાજની મહિલાઓ આતુર છે.

PRIYANKA GANDHI   :  વલસાડ લોકસભા બેઠકનો ઈતિહાસ

PRIYANKA GANDHI


વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ જિલ્લાની 5 વિધાનસભા, નવસારીની વાંસદા વિધાનસભા અને ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વલસાડ લોકસભા બેઠક પર 1957થી 2019 દરમિયાન 16 ચૂંટણી યોજાઈ છે, જેમાં 9 વાર કોંગ્રેસ, 5 વાર ભાજપ અને એક-એક વાર જનતાદળ અને જનતા પાર્ટીના ઉમેદવારનો અહીં વિજય થયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો