વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ
‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ–9નું કરશે લોકાર્પણ
અંદાજિત રૂપિયા 393.67 કરોડના ખર્ચે પેકેજ-8 અને 9 થયા છે તૈયાર
સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે
અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે
પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના ભાદર-1 ડેમ સુધી જોડાઈ
ઠેબચડા ગામથી આજી-1 ડેમના સબમર્જન્સ સુધી નાખવામાં આવી પાઈપલાઈન
-‘સૌની’’ યોજના થકી માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા થઈ નવપલ્લવિત
‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ ઋતુનો સિઝન લેતા થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ… પ્રધાનમંત્રી અંદાજિત રૂપિયા 393.67 કરોડના ખર્ચે તૈયાર થયેલ ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરશે.. જેનાથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે. સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ કરવામાં આવી હતી.આ યોજના તબક્કાવાર કાર્યરત કરાઈ છે.જે અંતર્ગત પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામથી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેનાથી 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે અને 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાનું પાણી મળશે…. જ્યારે પેકેજ-9 અંતર્ગત 38 ગામોના 23 હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઇની સુવિધાઓ મળશે. આમ, ‘‘સૌની’’ યોજના થકી માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ રહી છે અને સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ ઋતુનો સિઝન લેતા થયા છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ