Prime Minister મોદીએ કેમ કહ્યું આવું..? “કોંગ્રેસની દુકાનને તાળાં મારવાના છે”

0
100
Prime Minister મોદી: “કોંગ્રેસની દુકાનને તાળાં મારવાના છે”
Prime Minister મોદી: “કોંગ્રેસની દુકાનને તાળાં મારવાના છે”

Prime Minister Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા સોમવારે લોકસભામાં કહ્યું કે વિપક્ષે લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા તેમણે એમ પણ કહ્યું કે આજે વિપક્ષની હાલત માટે કોંગ્રેસ સૌથી વધુ જવાબદાર છે.

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ વિપક્ષી પાર્ટી તરીકે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી અને અન્ય વિપક્ષી પાર્ટીઓને ઉભરી આવવાની તક આપી નથી.

Prime Minister મોદી:  “કોંગ્રેસની દુકાનને તાળાં મારવાના છે”
Prime Minister મોદી: “કોંગ્રેસની દુકાનને તાળાં મારવાના છે”

Prime Minister મોદીના વિપક્ષ પર કટાક્ષ

તેમણે કટાક્ષ કરતાં કહ્યું, “હું વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. તેમના ભાષણે પુષ્ટિ કરી છે કે તેઓ લાંબા સમય સુધી ત્યાં રહેવાના છે.”

મોદીએ કહ્યું, “તમારામાંથી ઘણા (વિપક્ષો)એ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે, કેટલાકે ગત વખતે સીટો બદલી હતી અને આ વખતે પણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “(મલ્લિકાર્જુન) ખડગેજી એક ઘરથી બીજા ઘરમાં ગયા, ગુલામ નબી આઝાદ પાર્ટીમાંથી જ શિફ્ટ થયા… માત્ર એક જ પ્રોડક્ટ લોન્ચ કરવાના પ્રયાસમાં ‘કોંગ્રેસની દુકાન’ને તાળા લાગી જવાના આરે છે.”

વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે તેમના ત્રીજા કાર્યકાળ ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ‘કેન્સલ કલ્ચર’માં એટલી અટવાઈ ગઈ છે કે તે દેશની સફળતાઓને ‘કેન્સલ’ કરી રહી છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.