President in Ayodhya:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાના શરણમાં: રામલલ્લાના ભવ્ય દર્શન કરી ‘શ્રી રામ યંત્ર’ની પૂજા અર્ચના કરી

0
107
President in Ayodhya
President in Ayodhya

President in Ayodhya:ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રથમ દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ આ તેમની બીજી અયોધ્યા મુલાકાત છે. રાષ્ટ્રપતિએ પરંપરાગત વિધિ-વિધાન સાથે ભગવાન રામના દર્શન કર્યા હતા અને મંદિર પરિસરમાં વિશેષ પૂજા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

President in Ayodhya:એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

President in Ayodhya

મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી રાષ્ટ્રપતિ સીધા રામ જન્મભૂમિ મંદિર જવા રવાના થયા હતા.

President in Ayodhya:શ્રી રામ યંત્રની સ્થાપના અને પૂજન

President in Ayodhya

રાષ્ટ્રપતિએ રામલલ્લાના દર્શન કર્યા બાદ મંદિરના બીજા માળે આવેલા રામ દરબારમાં તમિલનાડુથી લાવવામાં આવેલા વિશેષ શ્રી રામ યંત્ર’ ની સ્થાપના કરી હતી.

  • તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યંત્રનું પૂજન કર્યું હતું.
  • પૂજા બાદ રાષ્ટ્રપતિએ ભવ્ય રામ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

આગામી કાર્યક્રમ: મથુરા પ્રવાસ

અયોધ્યામાં અંદાજે 5 કલાક રોકાયા બાદ રાષ્ટ્રપતિ બપોરે 3 વાગ્યે મથુરા જવા રવાના થશે.

  • મથુરામાં દર્શન: તેઓ ઇસ્કોન મંદિર અને પ્રેમ મંદિરમાં દર્શન-આરતીનો લાભ લેશે.
  • પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત: આવતીકાલે એટલે કે શુક્રવાર, 20 માર્ચ ના રોજ રાષ્ટ્રપતિ જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને મળીને આશીર્વાદ મેળવશે.

“રામલલ્લાના દર્શન બાદ રાષ્ટ્રપતિ અત્યંત ભાવુક અને પ્રસન્ન જણાતા હતા. આ તેમની આસ્થા અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા પ્રત્યેના આદરનું પ્રતિક છે.”

આ પણ વાંચો :સુરતના કાપોદ્રામાં ભયાનક દુર્ઘટના: એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ બાદ ૩ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ૨ના મોત અને ૧૧ ઈજાગ્રસ્ત