રેકગ્નિશન સિસ્ટમ દ્વારા ટોલ કલેક્શન શરૂ કરવા તૈયારી

0
196

દેશભરમાંથી આગામી દિવસોમાં  ટોલ પ્લાઝા હટાવવામાં આવી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ટોલ વસૂલાત માટે નવી ટેકનોલોજીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યું છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ અને GPS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ આગામી થોડા મહિનામાં લાગુ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. આ નવી સિસ્ટમ લાગુ પડતા આગામી એક વર્ષમાં તમામ વાહનોમાં જીપીએસ લગાવવું ફરજિયાત બની જશે. ઓટોમોબાઈલ કંપનીઓ માટે નવા વાહનોમાં જીપીએસ સ્થાપિત કરવું સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. જેના પગલે  વાહનવ્યવહાર વિભાગ માત્ર GPS ટ્રેકરના આધારે વાહનનો રજીસ્ટ્રેશન નંબર જારી કરશે.