HomeDeshPrecious Metals Rally: સોના-ચાંદીમાં ફરી તેજીનો તડકો: MCX પર સોનું ₹1.54 લાખ...

Precious Metals Rally: સોના-ચાંદીમાં ફરી તેજીનો તડકો: MCX પર સોનું ₹1.54 લાખ પાર, ચાંદી ₹2.40 લાખની નજીક

Precious Metals Rally: ભારતીય વાયદા બજાર MCXમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સોનું લગભગ ₹1,823ના વધારા સાથે ₹1,54,225 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીમાં પણ ભારે ખરીદી જોવા મળી રહી છે અને ભાવ ₹3,234ના ઉછાળા સાથે ₹2,39,500 પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે.

Precious Metals Rally: અમેરિકાના રોજગાર આંકડાની અસર

Precious Metals Rally

સોના-ચાંદીમાં તેજી પાછળ અમેરિકાના નબળા રોજગાર આંકડા મહત્વનું કારણ માનવામાં આવી રહ્યા છે. અમેરિકાના ADP ખાનગી રોજગારના નબળા આંકડા બાદ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે તેવી આશા વધી છે.

વ્યાજદર ઘટાડાની સંભાવનાથી ડૉલર અને અમેરિકી બોન્ડ યીલ્ડ પર દબાણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે ડૉલર અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવે ત્યારે સોના જેવા બિન-વ્યાજ આપતા એસેટ્સ વધુ આકર્ષક બને છે. તેની અસર કિંમતી ધાતુઓની ખરીદી પર જોવા મળી રહી છે.

Precious Metals Rally: વૈશ્વિક તણાવથી Safe-Haven ખરીદી વધતી

Precious Metals Rally

આ ઉપરાંત વિશ્વભરમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારો સલામત રોકાણ તરફ વળી રહ્યા છે. સોનાને પરંપરાગત રીતે Safe-Haven Asset માનવામાં આવે છે, જેના કારણે અનિશ્ચિતતાના સમયમાં તેની માંગ વધી શકે છે.

ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. ઔદ્યોગિક માંગ અને રોકાણકારોની ખરીદી વચ્ચે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. MCX પર સોનું ₹1.54 લાખને પાર પહોંચતા અને ચાંદી ₹2.40 લાખની નજીક પહોંચતા કિંમતી ધાતુઓના બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી કિલક કરો: મોદી કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો: 6-7 સપ્ટેમ્બર પર સૌની નજર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments