Pradhan Mantri Awas Yojana   : તમારે અમદાવાદમાં સસ્તું મકાન જોઈએ છે ?  સરકારે EWS મકાનો માટે મંગાવી અરજી, આવી રીતે કરો એપ્લાય  

0
298
Pradhan Mantri Awas Yojana
Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana  : અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. પ્રધાનમંત્રી આવસ યોજના (શહેરી) અંતર્ગત EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે. જો તમારી પાસે પોતાનું ઘર નથી તો તમે આવતીકાલ એટલે કે 15 માર્ચથી ફોર્મ ભરી શકો છો.  

Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana   : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈબલ્યુ એસ-2 કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવામાં આવી રહ્યા છે અને એના માટે અરજી મંગાવામાં આવી છે. અમે તમને બતાવીશું ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવાનું છે.   

Pradhan Mantri Awas Yojana  માં કોણ ફોર્મ ભરી શકશે?

Pradhan Mantri Awas Yojana

ઈ.ડબલ્યુ.એસ.-2 મા (35 ચો.મી. થી વધુ અને 40 ચો.મી. થી ઓછા કાર્પેટ એરીયા) આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે. ઈ.ડબલ્યુ.એસ. આવાસો લાભાર્થી ફાળાની રકમ રૂ. 5.50 લાખ મેઈન્ટેનન્સની રકમ રૂ. 50 હજાર રહેશે. લાભાર્થીની પસંદગી – કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે. .

Pradhan Mantri Awas Yojana  માટે ક્યારે અને કેવી રીતે ફોર્મ ભરવું?

Pradhan Mantri Awas Yojana

અરજીપત્રક તા. 15 માર્ચ 2024થી 13 મે 2024 નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.gov.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજદારોએ માત્ર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.

Pradhan Mantri Awas Yojana  યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે?

  • આકર્ષક એલિવેશન
  • વિટ્રીફઆઈડ ટાઈલ્સ
  • મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ
  • પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
  • સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ
  • પરકોલેટીંગ વેલ
  • ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
  • સોલાર પેનલ
  • પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ
  • કેમ્પસમાં આ સીસી રસ્તા
  • ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ
  • સ્ટ્રીટ લાઈટ તેમજ પીએનજી કનેક્શન

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો