Power Play 1461 મામલે દેશની મહિલાઓ હરણફાળ ભરી રહી છે ત્યારે મહિલાઓનું શોષણ પણ મોટે પાયે જોવા મળે મળે છે. દેશની દીકરીઓ દેશના વિકાસમાં અગ્રીમ હરોળમાં છે ત્યારે રમતવીરો હોય કે ન્યાયાલયના મહિલા જજ .. શોષણનો ભોગ બની રહ્યા છે અને ઈચ્છા મૃત્યુ માંગીને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી રહ્યા છે.. શું આ ભારતીય સંસ્કૃતિને શોભે છે.. ? કેટલા રાજકીય પક્ષો આ બાબતે સજાગ છે Power Play 1461
ઘટના વિશે જણાવીએ તો યુપીના બાંદામાં એક મહિલા જજના હેરેસમેન્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. CJIના આદેશ બાદ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અતુલ એમ કુર્હેકરે હાઈકોર્ટ પ્રશાસન પાસેથી મહિલા જજ દ્વારા કરવામાં આવેલી તમામ ફરિયાદો અને કાર્યવાહીની સ્થિતિ માગી છે.
હકીકતમાં મહિલા જજનો લેટર ગુરુવારે વાયરલ થયો હતો. CJIને સંબોધીને લખેલા આ લેટરમાં તેણે પોતાની જાતીય સતામણીનો ઉલ્લેખ કર્યો હતો અને ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી. આ પત્રમાં તેણે લખ્યું હતું કે કોર્ટમાં મારું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. હું બીજાને ન્યાય આપું છું, પણ હું પોતે અન્યાયનો શિકાર બની છું.
જ્યારે મેં ન્યાયાધીશ તરીકે ન્યાય માટે અરજી કરી હતી, ત્યારે 8 સેકન્ડમાં સાંભળ્યા બાદ સમગ્ર કેસની અવગણના કરવામાં આવી હતી. હું લોકોને ન્યાય આપીશ તે વિચારીને હું ન્યાયિક સેવામાં જોડાઈ હતી, પરંતુ મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. હવે મારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. તેથી, મને મરવાની મંજૂર આપવી જોઈએ.
મહિલા ન્યાયાધીશના મૃત્યુની માગ સાથે જે પત્ર બહાર આવ્યો છે, તેમાં 15મી ડિસેમ્બર એટલે કે આજની તારીખ લખવામાં આવી છે. જ્યારે ભાસ્કરે પત્રની તારીખ અંગે મહિલા જજ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમણે આ પત્ર મિત્રોને મોકલ્યો છે. કદાચ તે લોકોએ તેને વાયરલ કર્યો હશે. જો કે મહિલા જજે આ પત્ર લખ્યાનું સ્વીકાર્યું છે.
સમગ્ર ઘટના મામલે vrlive નો પ્રાઈમ ટાઇમ પોગ્રામ Power Play 1461 | મહિલાઓ બની રહી છે શોષણનો ભોગ | VR LIVE નિહાળો
કાર્યક્રમ- Power Play 1461
વિષય : મહિલાઓ બની રહી છે શોષણનો ભોગ
મહિલાઓ બની રહી છે શોષણનો ભોગ
મહિલા સિવિલ જજે ઈચ્છામૃત્યુની માગ કેમ કરી
સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ
સંપૂર્ણ મહિલા સશક્તિકરણ ક્યારે શક્ય ?
માનસિક અને શારીરિક ત્રાસ માંથી મુક્તિ ક્યારે ?
મહિલાઓને ન્યાય મેળવવા કરવો પડે છે સંઘર્ષ
ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે “નારી તું નારાયણી”
મહિલાઓને સશક્ત કરવા શું કરવું જોઈએ ?
તમે આ પણ વાંચી શકો છો
ANIL AMBANI : અનીલ અંબાણીના વળતા પાણી, વધુ એક કંપનીએ ફૂંક્યું દેવાળું