ANIL AMBANI :  અનીલ અંબાણીના વળતા પાણી,  વધુ એક કંપનીએ ફૂંક્યું દેવાળું

1
117
ANIL AMBANI
ANIL AMBANI

ANIL AMBANI  :  આપણને કોઈ પૂછે ભારતની સૌથી મોટી કંપની કઈ તો દરેકના મોઢા પર એક જ જવાબ હોય રિલાયન્સ, પરંતુ રિલાયન્સ કંપનીના બે ભાગ છે, એક છે મુકેશ અંબાણી પાસે અને બીજો છે અનીલ અંબાણી પાસે, મુકેશ અંબાણી પાસેની રિલાયન્સ પ્રગતિના પંથે છે પરંતુ  અનિલ અંબાણી (ANIL AMBANI) ના ખરાબ દિવસો ચાલી રહ્યા છે.  અનિલ અંબાણીની બીજી કંપની પણ હવે બંધ થવા જઈ રહી છે, કેમ વધી અનીલ અંબાણીની મુશ્કેલી વાંચો અમારો આ અહેવાલ…  

 ANIL AMBANI

 તાજેતરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ  અનીલ અંબાણીની  કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને  સંપત્તિના વેચાણની મંજૂરી આપી છે.  રિલાયન્સ કોમ્યુનિકેશન એક સમયે શેરબજારનું ગૌરવ હતું. રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરનું ટ્રેડિંગ એક સમયે રૂ. 700ની સપાટીથી ઉપર હતું, તે હવે બંધ થઇ ગયું છે. વર્ષ 2007માં આરકોમના શેર રૂ.785ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. હવે છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરનું ટ્રેડિંગ રૂ. 2.49 રૂપિયાના ભાવે બંધ થઇ ગયા છે. આવી સ્થિતિમાં જો આપણે જોઈએ તો રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

કેમ થઇ કંપની બરબાદ ? | Why is the company ruined?

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો લોન્ચ થયા પછી અનિલ અંબાણી (ANIL AMBANI) ના રિલાયન્સ કોમ્યુનિકેશનના દિવસો બદલાઈ ગયા. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો વર્ષ 2016માં લોન્ચ થઈ હતી. ત્યારથી જ અનીલ અંબાણીની કંપનીની હાલત ખરાબ થવા લાગી. આ કંપની પ્રાઇસ અને ડેટા વોરમાં પાછળ રહેવા લાગી. અનિલ અંબાણીની નાણાકીય નબળાઈએ પણ કંપનીને અસર કરી. કંપનીએ બેંક લોન પર ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું અને નાદારીની પ્રક્રિયામાં ગઈ. કંપનીના યુઝર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. કંપની સંપૂર્ણપણે નાદાર થઈ ગઈ. કંપનીએ બેંક લોન પર ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું  

 ANIL AMBANI

ANIL AMBANI ની આ કંપનીની સંપત્તિઓ વેચવામાં આવશે

 રિલાયન્સ કોમ્યુનિકેશનની વેચાણ મિલકતોમાં ચેન્નાઈ ઓફિસનો સમાવેશ થાય છે. આ સિવાય પુણેમાં 871 ચોરસ મીટરમાં ફેલાયેલી કંપની અને ભુવનેશ્વર ઓફિસ પણ વેચવામાં આવશે. કેમ્પિયન પ્રોપર્ટીઝના શેરમાં રોકાણ અને રિલાયન્સ રિયલ્ટીના શેરમાં રોકાણ પણ વેચવામાં આવશે.

 ANIL AMBANI

રોકાણકારોને થયું ભારે નુકસાન | Investors suffered huge losses

આરકોમના શેરમાં રોકાણ કરનારાઓને ભારે નુકસાન થયું છે. આરકોમનો શેર જૂન 2006થી વધવા લાગ્યો હતો તે સમયે તે રૂ. 225 પર હતો. ડિસેમ્બર 2006 સુધીમાં આ શેર 471 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ઓક્ટોબર 2007માં આ શેર રૂ. 786 પર પહોંચી ગયો હતો. આ પછી તેમાં ઘટાડો થવા લાગ્યો અને ફેબ્રુઆરી 2009માં તે 160 રૂપિયા પર આવી ગયો. અહીંથી શેરે ફરી વેગ પકડ્યો અને મે 2009માં રૂ. 306 પર પહોંચી ગયો. આ પછી શેરમાં સતત વધઘટ થતી રહી. એપ્રિલ 2019 ના પતન સુધીમાં આ શેર 2 રૂપિયાની નજીક આવી ગયો હતો. ત્યારપછી આ શેરમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. આમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન થયું.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનીકેશનની સ્થાપના કરી હતી, બંને ભાઈઓ જુદા થયા બાદ (ANIL AMBANI) અનીલ અંબાણીના ભાગમાં રિલાયન્સ કોમ્યુનીકેશન કંપની આવી હતી, જે હવે બંધ થઇ રહી છે.    

તમે આ પણ વાંચી શકો છો

lalit khaitan : એક સમયે દેવાળિયા થવાના હતા, બ્રાન્ડ દારૂ બનાવી કંપનીના માલિક બન્યા ભારતના નવા કરોડપતિ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.