દેશની રાજધાની દિલ્હીમાં પવનની દિશા બદલવાની અને પવનની ઝડપ ઘટવાને કારણે હવાની ગુણવત્તા પર અસર થઇ છે. અને હવામાં પ્રદુષણનો વધારો જોવા મળ્યો. તાજેતરમાં આવેલા ડેટા અનુસાર દિલ્હીમાં એકંદરે હવાની ગુણવત્તા 302 AQI સાથે ખુબ જ નબળી કક્ષાએ પહોંચી છે. દિલ્હી યુનિવર્સીટીની આસપાસ હવાની ગુણવત્તા 330ના AQI સાથે અત્યંત નીચા સ્તર પર જોવા મળી. દિલ્હી એરપોર્ટ પર હવાની ગુણવત્તા T3 313 AQI સાથે નીચ્લીમ્કાક્ષાએ જોવા મળી. પ્રદુષણને કારણે ધુમ્મસ વચ્ચે ઇન્ડિયા ગેટનો કેટલોક ભાગ ઢંકાયેલો જોવા મળ્યો. આપને જણાવી દઈએ કે એર ક્વોલીટી મેનેજમેન્ટ કમિશને અગામી સપ્તાહે પ્રદુષણના સ્તરમાં વધારો જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરી છે. આ પ્રદુષણની માત્રા વચ્ચે પણ ઇન્ડિયા ગેટ પર પ્રવાસીઓ રમતા જોવા મળ્યા. આપને જણાવી દઈએ કે વાયુ પ્રદુષણને રોકવા માટે દિલ્હી – એન સી આરમાં ગ્રુપ 2 હેઠળ નિયંત્રણો લાધ્ય છે. શૂન્ય અને 50ની વચ્ચે હવાની ગુણવત્તા સારી છે , 101 અને 200ની વચ્ચે હવાની ગુણવત્તા માધ્યમ કક્ષાની કહેવાય અને 201 થી 300 વચ્ચેની વચ્ચેની હવા ખરાબ અથવા નબળી કહી શકાય, અને 301 થી 400ની વચ્ચે ખુબ જ નબળી ગુણવતા કહી શકાય અને 401 અને 450ની વચ્ચે ખુબ જ ગંભીર ગુણવત્તા કહી શકાય.
દિલ્હી – એન.સી.આરમાં એર ક્વોલીટી કમિશને હવાની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી. ત્યારે કમિશ્નરે જણાવ્યું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રતિકુળ હવામાન અને આબોહવાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો તેમાં તેમને જણાવ્યું કે 23 અને 24 ઓક્ટોબરના રોજ હવાની ગુણવત્તામાં ખુબ જ નબળી જોવા મળશે. દિલ્હીના 300 કિલોમીટરની અંદર પ્રદુષિત ઔદ્યોગિક એકમો અને થર્મલ પાવર પ્લાન્ટ્સ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે . અને હોટલ , રેસ્ટોરાંન્ટ, અને ખુલ્લા ભોજનાલયોના તાન્દુરમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. બાંધકામ અને ડીમોલીશન વાળી જગ્યાએ ધૂળને નિયંત્રિત કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે.
દિલ્હી પરિવહન વિભાગે માન્ય PUC પ્રમાણપત્ર વિના શહેરોમાં ચાલતા વાહનોને શોધી કાઢવા વિશેષ કેમેરા શહેરના અલગ અલગ જગ્યાએ લગાવ્યા છે. એક તરફ શિયાળાની શરૂઆત થતા જ દેશની રાજધાની દિલ્હીના હવા પ્રદુષણમાં ફરી એક વાર વધારો જોવા મળી રયો છે અને રાજ્ય સરકાર વિશેષ આયોજન પણ કરી રહી છે ત્યારે હવે દિલ્હીમાં PUC વિના ચાલતા વાહનો ચલાવતા ચાલકો પર કાર્યવાહી વધુ કડક બનાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી પરિવહન વિભાગ દ્વારા ચાર લગ અલગ સ્થળોએ વાહનોને જપ્ત કરવી કાર્યવાહી કરવામાં આવશે . કાર્યવાહીમાં PUC વિના ચાલતા વાહનોને ટ્રેસ કરવામાં આવશે અને ત્યાર બાદ નોટીસ ફટકારવામાં આવશે. કાર્યવાહી દરમિયાન ખાસ નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવ્યા છે તેના દ્વારા વાહનોની ઓળખ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે . મળતી માહિતી પ્રમાણે આ ખાસ નંબર પ્લેટ રીડીંગ કેમેરા પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રાજધાનીમાં વ્યુહાત્મક સ્થળોએ કેમેરા દ્વારા અલગ તારવવામાં આવશે . દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા PUCC વેરીફીકેશન સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. અને વિશેષ કેમેરા મોડલ ટાઉન,શાસ્ત્રી નગર, મોલ રોડ , શાહદરા ફ્યુઅલ સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે.