૨૦૨૪ લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. મિશન ૨૦૨૪ને લઈને ભાજપે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અને અનેક એક્ટીવિસ્ટ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી સોશિયલ મીડિયાના જાણીતા ચહેરાઓને બોલાવાયા હતા. હવે ભાજપ દ્વારા સોશિયલ મીડિયા થકી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન ચલાવાશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પોતાનું સોશિયલ મીડિયા મજબૂત કરવા અભિયાન ચલાવી રહ્યું છે.