પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું

0
167
પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું
પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું

પંજાબમાં હાલ સતલુજ યમુના લિંક કેનાલ પર રાજકારણ ગરમાયું છે. અને આક્ષેપો પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ શિરોમણી અકાલી દળ પર આરોપ લગાવ્યો ત્યારે અકાલી દળે પણ જવાબ આપ્યો છે. પંજાબમાં સતલુજ યમુના લિંક કેનાલનો પાયો પ્રકાશ સિંહ બાદલ અને હરિયાણા તત્કાલીન મુખ્યમંત્રી દેવીલાલના સંયુક્ત પ્રયાસોથી નાખવામાં આવ્યો હતો. અને બંને નેતાઓ વચ્ચે તે સમયે સમજુતી પણ થઇ હતી. અને સૌદાબાજી પણ થઇ હતી. અને આ મુદ્દા પર અકાલી દળે કહ્યું કે સરકારે કોંગ્રેસના હાથ ન બનવું જોઈએ સતલુજ યમુના લિંક કેનાલ બાબતે જયારે રાજકારણ ગરમાયું છે ત્યારે પંજાબ આપણા પ્રવક્તા મલવિન્દરસિંહે જણાવ્યું કે પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખડ સીએમ ભગવંત માંને બોલાવવામાં આવેલી મિટિંગમાં ભાગ લીધો નહતો અને તેમની અત્યારની અને ભૂતપૂર્વ પાર્ટીઓનો તેઓ બચાવ કરી શક્ય નથી.

MAAN

શિરોમણી અકાલીદળએ કહ્યું છેકે મુખ્યમંત્રી ભગવંત માન સતલુજ યમુના લિંક કેનાલ દ્વારા હરિયાણાને રવિ બ્યાસનું પાણી આપવાના ઉદ્યેશ સાથે કેન્દ્રીય સર્વેક્ષણને સફળ બનાવવા કોંગ્રેસ સાથે કામ કરી રહી છે. શિરોમણી અકાલીદળએ વધુમાં આક્ષેપ કર્યો કે આપણા સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈશારાઓ પર પંજાબ સરકાર કામ કરી રહી છે.

આપ ના પ્રવક્તા માલવિન્દર સિંહે જુના દસ્તાવેજોને આગળ ધરીને કહ્યું કે 20 ફેબ્રુઆરી ૧૯૭૮ ના રોજ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બદલે જમીન સંપાદન બીલની કલમ 4 હેઠળ સતલુજ યમુના લિંક કેનાલ માટે જમીન સંપાદન કરવા માટે નોટીફીકેશન બહાર પડ્યું હતું. અને હરિયાણા મુખ્ય મંત્રી ચૌધરી દેવીલાલ તેમની સાથેની મિત્રતાથી ખુશ પણ હતા અને આ જાહેરનામું બહાર પડ્યું ત્યારે પંજાબ સરકારનો આભાર માન્યો હતો તે આજે પણ ગૃહના રેકોર્ડ પર છે.

આ આરોપો પર અકાલીદળના વરિષ્ઠ નેતા ડો. ચીમાએ કહ્યું કે લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક અન્યાયને ભૂલી ગઈ છે અને વર્ષ ૧૯૯૫માં નદીઓનું અડધું પાણી રાજસ્થાનને આપવાનો નિર્ણય કર્યો હતો કે બાકીનું નું પાણી હરિયાણા ને આપવાનો નિર્ણય કર્યો હોય કે પછી સતલુજ યમુના લિંક કેનાલનું ખોદકામ અને નિર્માણ કરવાનો નિર્ણય હોય આ તમામ નીત્ન્યો પંજાબના નાગરિકો માટે અન્યાય હતા . પંજાબના નાગરિકોને અન્યાયની વાત જવાવવાને બદલે સુપ્રીમ કોર્ટમાં રાજ્યના કેસનો બચાવ કરવામાં આવે તે જરૂરી છે પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર આ કરવામાં નિષ્ફળ રહી છે.