Police Bharti: ગુજરાત હાઈકોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી

0
215
Police Bharti: ગુજરાત હાઈકોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી
Police Bharti: ગુજરાત હાઈકોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી

Police Bharti: હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ વિભાગમાં સૂચિત ભરતીની વિગતો ન ફાઈલ કરવા બદલ ગૃહ વિભાગના સચિવને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે વિભાગને વિગતવાર સોગંદનામું દાખલ કરવા માટે એક છેલ્લી તક આપી હતી અને આગામી સુનાવણી 26 જુલાઈના રોજ યોજવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે પોલીસની ભરતી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ગૃહ વિભાગ પર સવાલ કર્યા છે. એક વરસથી પોલીસની ભરતી કરાઈ નથી. ખાલી પડેલી જગ્યાએ ભરવામાં આવી નથી. પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગનો ઉધડો લીધો છે.

Police Bharti: ગુજરાત હાઈકોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી
Police Bharti: ગુજરાત હાઈકોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી

Police Bharti: ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગ પર ‘લાલ’ઘૂમ

સરકારી વકીલે ભરતી (Police Bharti) ની બ્લુ પ્રિન્ટ રજૂ કરવા માટે વધુ સમય માગતાં કોર્ટ ગુસ્સે થઈ ગઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે વિભાગને જવાબ દાખલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ એ પણ જાણવા માંગે છે કે રાજ્ય બેરોજગારીની સ્થિતિ અને ભરતી પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં જાહેર ખર્ચને જોતાં મંજૂર કરાયેલી જગ્યાઓમાંથી માત્ર 50 ટકા જ ભરતી કરવાનું શા માટે વિચારી રહ્યું છે.

સુનાવણી દરમિયાન, કોર્ટે વિભાગમાં કુલ ખાલી જગ્યાઓ સામે 50 ટકા ભરતી અંગે વિભાગ દ્વારા દાખલ કરેલા જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો. ચાર સભ્યો ધરાવતા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના પહેલા જ અધ્યક્ષ તરીકે ડીજીપી સ્તરના અધિકારીની નિમણૂંક અંગે કોર્ટે ટિપ્પણી પણ કરી હતી.

હાઈકોર્ટની ખંડપીઠ કડક શબ્દોમાં બોલી કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગમાં ભરતી કરાઈ નથી. હાલ બેરોજગારી છે, ત્યારે પ્રજાના પૈસા વાપરીને પણ સરકાર ખાલી પડેલી જગ્યાઓના 50% જગ્યાઓ જ ભરવા માટે મંજૂરી આપી રહી છે. ગૃહ વિભાગથી નારાજ હાઈકોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું કે, રાજ્યમાં પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું છે.

લોકોના જીવનની સુરક્ષા સીધી જ પોલીસ સાથે જોડાયેલી છે. હવે લોકો પોલીસની સંખ્યાને લઈને ગૃહ વિભાગના અધિકારીઓની દયા ઉપર જીવન જીવવા મજબૂર બન્યા છે. જણાવી દઈએ કે, રાજ્યમાં બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 39 હજાર 880 જગ્યાઓ પૈકી 26 હજાર 145 જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે 13 હજાર 735 જગ્યાઓ ખાલી છે. તેમાં પણ ફક્ત 6 હજાર 600 જગ્યાઓ ભરવા મંજૂરી મળી છે. જે કુલ ખાલી જગ્યાના 50 ટકા જ જેટલી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો