Home State Gujarat Gujarat Government Crackdown: હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર ખાતા પહેલા સાવધાન! હવે પનીર પ્રેમીઓ સાવધાન!...

Gujarat Government Crackdown: હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર ખાતા પહેલા સાવધાન! હવે પનીર પ્રેમીઓ સાવધાન! હવે હોટલના મેનુમાં ‘અસલી’ કે ‘એનાલોગ’ લખવું પડશે ફરજિયાત.

0
267
Gujarat Government Crackdown
Gujarat Government Crackdown

Gujarat Government Crackdown:  જો તમે બહાર જમવાના શૌખીન હોવ અને પનીરની વાનગીઓ તમારી ફેવરિટ હોય, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ અને મહત્વના છે. રાજ્યમાં વધી રહેલા નકલી પનીરના દૂષણને ડામવા માટે ગુજરાત સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે કે હવેથી દરેક હોટલ અને રેસ્ટોરન્ટે ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર શુદ્ધ છે કે ‘એનાલોગ’ (નકલી), તેની જાણકારી બોર્ડ પર ફરજિયાત આપવી પડશે.

Gujarat Government Crackdown: શું છે આ ‘એનાલોગ પનીર’ અને કેમ છે જોખમી?

Gujarat Government Crackdown

સામાન્ય પનીર શુદ્ધ દૂધમાંથી બને છે, પરંતુ એનાલોગ પનીર’ એ દૂધ વગરનું કૃત્રિમ પનીર છે.

  • શેમાંથી બને છે? પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને હાનિકારક કેમિકલ્સના મિશ્રણથી તેને તૈયાર કરાય છે.
  • સ્વાસ્થ્ય પર અસર: તેમાં કુદરતી પોષક તત્વો હોતા નથી અને ખરાબ ફેટ્સનું પ્રમાણ વધુ હોવાથી તે હૃદય અને પાચનતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Gujarat Government Crackdown: બોર્ડ લગાવવું ફરજિયાત

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે:

  1. હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડમાં સ્પષ્ટ લખવું પડશે કે તેઓ એનાલોગ પનીર” વાપરે છે.
  2. ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.
  3. જો કોઈ એકમ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમનું લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે.

Gujarat Government Crackdown: સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાતા તંત્ર હરકતમાં

Gujarat Government Crackdown

આ કડક નિર્ણય પાછળ સુરતમાં થયેલી મોટી કાર્યવાહી જવાબદાર છે. તાજેતરમાં સુરત પાલિકાએ 1400 કિલો સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પનીરમાં તેલ અને પાવડરનું ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ આખા રાજ્યમાં ડેરીઓ અને હોલસેલ સપ્લાયર્સ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

Gujarat Government Crackdown: તમે કેવી રીતે ઓળખશો અસલી અને નકલી પનીર?

નિષ્ણાતોએ ગ્રાહકોને જાગૃત કરવા માટે કેટલીક ટિપ્સ આપી છે:

  • અસલી પનીર: તે નરમ હોય છે, મસળતા દાણાદાર બને છે અને તેનો સ્વાદ દૂધ જેવો મીઠો હોય છે.
  • નકલી (એનાલોગ) પનીર: તે રબર જેવું ખેંચાય છે, ગરમ કરતા તેમાંથી તેલ છૂટું પડવા લાગે છે અને તેનો સ્વાદ કુદરતી હોતો નથી.

Gujarat Government Crackdown: “પૈસા ચૂકવો છો તો શુદ્ધતા માંગો”

આરોગ્ય મંત્રીએ જનતાને અપીલ કરી છે કે, “તમે હોટલમાં જઈને પૈસા ચૂકવો છો, તો શુદ્ધ વસ્તુ મેળવવી એ તમારો હક છે.” લગ્નગાળા અને ઉત્સવોમાં ભેળસેળ ન થાય તે માટે ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હવે ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : કડીમાં કાળજું કંપાવતી ઘટના: રોડ પર સૂતેલા બે માસૂમ ભાઈઓ પર JCB ફરી વળ્યું, 10 કલાક સુધી માતા લાશ પાસે બેસી રહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે