Poison in Ghee Containers: ‘ડાયમંડ સિટી સુરતમાં ખાણી-પીણીમાં ભેળસેળ કરનારાઓ સામે ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા **’અવસર પ્લાઝા’**માં ચાલતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સોયાબીન તેલ અને ડાલડાના મિશ્રણમાં કેમિકલ ભેળવીને ‘શુદ્ધ ગાયનું ઘી’ કહીને સુરતીઓને પીરસવામાં આવતું હતું.
Poison in Ghee Containers: ‘ પ્લાઝાની દુકાનોમાં ધમધમતું હતું કારખાનું

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે અવસર પ્લાઝાની દુકાન નંબર 106 માં આધુનિક મશીનરી સાથે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરાયું હતું, જ્યારે બાજુની દુકાન નંબર 108 નો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો.
Poison in Ghee Containers: ‘ કેવી રીતે બનતું હતું આ ‘ઝેરી’ ઘી?

આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે:
- મિક્સિંગ: સોયાબીન તેલ અને ડાલડા ઘીને ગરમ કરી તેમાં મિશ્રણ તૈયાર કરાતું.
- એસેન્સ: અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક કેમિકલ સિરપ (એસેન્સ) ઉમેરાતું.
- કલર: ગાયના ઘી જેવો પીળો રંગ આપવા માટે કૃત્રિમ રંગનો ઉપયોગ થતો.
- બ્રાન્ડિંગ: આ તૈયાર મિશ્રણને ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવી જાણીતી બ્રાન્ડના ડબ્બાઓમાં પેક કરી બજારમાં વેચાણ અર્થે મોકલાતું.
₹5 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી છે:
- 583 લીટર તૈયાર નકલી ઘી.
- 2200 નંગ નાના-મોટા ખાલી અને ભરેલા ડબ્બા.
- સીલિંગ મશીન, વજન કાંટો અને ગેસ સિલિન્ડર.
- કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹4,94,940 આંકવામાં આવી છે.

એક ઝડપાયો, એક ફરાર
આ કૌભાંડના મુખ્ય બે સૂત્રધારો છે:
- નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32): જે માર્કેટમાં સપ્લાયનું કામ જોતો હતો, તેની પોલીસે ધરપકડ કરી છે.
- પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30): જે મેન્યુફેક્ચરિંગ સંભાળતો હતો, તે હાલ ફરાર છે.
ગ્રાહકો માટે ચેતવણી
ઉત્રાણ પોલીસે ઘીના નમૂના લઈ FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે ખૂબ જ સસ્તા ભાવે મળતા ઘીથી સાવધ રહેવું અને હંમેશા પેકિંગ અને બિલની ચકાસણી કરીને જ ખરીદી કરવી.
આ પણ વાંચો :દારૂના નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડનું હવામાં ફાયરિંગ, મંદિર પાસે શ્રદ્ધાળુઓમાં મચ્યો ફફડાટ




