PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં : કરોડોના વિકાસના કાર્યોની ભેટ આપી

0
163
PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં : કરોડોના વિકાસના કાર્યોની ભેટ આપી
PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં : કરોડોના વિકાસના કાર્યોની ભેટ આપી

PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ સીધાજ અંબાજી ખાતે ચીખલા હેલીપેડ પર પહોંચ્યા હતા અને માં અંબાના દર્શને પહોંચેલા પીએમ એ માર્ગમાં ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું . અંબાજીમાં વહેલી સવારથી લોકો વડ પ્રધાનની એક ઝલક નિહાળવા રસ્તાની બંને બાજુ ઉમટી પડ્યા હતા. સ્થાનિક આદિવાસી નૃત્ય અને સંગીતથી પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાધામ અંબાજીમાં ચાચર ચોકમાં જયારે વડા પ્રધાન પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી , અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું . જગત જનની માં અંબા ની આરતી અને પૂજન કાર્ય કર્યા બાદ વડાપ્રધાન મહેસાણાના ડભોડા ગામમાં યોજવામાં આવેલ ખાસ સમારોહમાં પહોંચ્યા હતા. અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. PM નરેન્દ્ર મોદીએ ડભોડા ગામમાં અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા , સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર, અને પાટણ જિલ્લાને આવરી લેતા કુલ 16 પ્રકલ્પોમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસ કાર્યોનું ખાત મુર્હત કર્યું.

PM મોદીએ કહ્યું કે રેલવે વિભાગ અને GRiDEના પ્રકલ્પો મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો માટે તૈયાર છે. મહેસાણાના ભાંડુંથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડીકેટ ફ્રેટ કોરીડોર સેક્સન , 77 કિલોમીટર બીજી ઇલેક્ટ્રિક ડબલ લાઈન અને સાથે 24 કિલો મીટર ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર , મહેસાણા , કટોસણ – બેચરાજી, વચ્ચેના 29.65 કિલોમીટર રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું .

85e98012 bc0c 4738 a24c a3b969261874

PM મોદીએ તેમના સંબોધનમાં કયું કે કરોડો લોકોના જીવન બદલાયા છે. ગુજરાતની ડેરીઓનું સંચાલન માતાઓના પરિશ્રમથી સારામાં સારી સેવા આપવાનું કામ થયું છે. બનાસ, સાબર, દૂધ સાગર ડેરીનો વિસ્તાર કરવામાં આવતા દુનિયાભરના લોકો આપણી ડેરીનું મોડેલ જોવા અહી આવે છે. કોરોના મહામારી વખતે આરોગ્ય સેવાઓ સાથે વેક્સિન આપીને લોકોને સુરક્ષિત કરાયા હતા. પશુઓનું રસીકરણ કરાવવા પશુ પાલકોને અપીલ કરી છે. હવે દુધની સાથે ગોબરનું વેચાણ અને ગોબરના વેચાણથી વીજળીનું ઉત્પાદન કરવાનું કામ થઇ રહ્યું છે. દિવસ રાત વિકાસના કાર્યો ગુજરાતમાં ચાલી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગોની વણઝાર છે. હવે બહારથી લોકો રોજગાર માટે ઉત્તર ગુજરાતમાં આવતા થયા છે. પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. પરંતુ હવે તે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતનું જીવન ધોરણ બદલાયું છે. માં નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચી રહ્યું છે. આ ઉપરાંત ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈ , નવી ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં થતા ખેડૂતો રોકડીયો પાક લેવા લાગ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ WEB SITE