પીએમ મધ્યપ્રદેશમાં ખજૂરાહો અને કેરળમાં કોચ્ચિની મુલાકાત લેશે
૨૦૨૪ લોકસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે, તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 અને 25 એપ્રિલે બે દિવસ માટે બે રાજ્યોની મુલાકાત લેશે. 24 એપ્રિલે તેઓ મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ત્યાર બાદ કેરળ જશે. પીએમ મોદી દિલ્હીથી ખજુરાહો જશે. ખજુરાહોથી તેઓ રીવા જશે, જ્યાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તેઓ રાઉન્ડ ટ્રીપમાં લગભગ 280 કિલોમીટરનું અંતર કાપીને ખજુરાહો પરત આવશે. ખજુરાહોથી પીએમ યુવામ કોન્ક્લેવમાં ભાગ લેવા માટે લગભગ 1700 કિમીનું હવાઈ અંતર કાપીને કોચી જશે.