PM Modi in Gujarat   :  વડાપ્રધાને ગુજરાતને આપી અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ

0
236
PM Modi in Gujarat
PM Modi in Gujarat

PM Modi in  Gujarat  : આજે 12 માર્ચ 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો, બાદમાં તેનું લોન્ચિંગ પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે

PM Modi in  Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 માર્ચ, 2024નાં રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1200 કરોડના સાબરમતી આશ્રમ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જે દેશ પોતાની વિરાસત નથી જાળવી શકતો તે દેશ પોતાનું ભવિષ્ય ખોઇ દે છે. આ બાપુનો આશ્રમ નહીં માનવજાતની ઐતિહાસિક ધરોહર છે.

PM Modi in  Gujarat  : આઝાદી બાદ આ ધરોહર સાથે અન્યાય થયો છે. બાપુનો આશ્રમ પહેલા 120 એકરમાં ફેલાયેલો હતો, સમયાંતરે આશ્રમ ઘટીને 5 એકરમાં બચ્યો છે. જે આશ્રમે ઇતિહાસ રચ્યો હોય તે આશ્રમ સાચવી રાખવો એ આપણી ફરજ છે.

PM Modi in  Gujarat:  અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. PM મોદી આજે રાજ્યમાં 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ  કર્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો