PLAN CRASH: ખેતરોમાં લાગી આગ અને ધુમાડાના ગોટા
રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. ગ્રામજનોએ આપેલી માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા.
ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુ સેનાનું જેગુઆર હોવાનું કહેવાય છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સૈન્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં ખળભળાટ મચી ગયો હતો.

PLAN CRASH: રતનગઢ નજીક વાયુસેનાનું વિમાન તૂટી પડ્યું, તપાસ શરૂ
કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે. સૈન્યની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેથી સ્થળને સીલ કરીને તપાસ શરૂ કરી શકાય. ગ્રામજનોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી. જેને ગામલોકોએ જાતે જ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાના વિગતવાર કારણો સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવશે.
એવું કહેવાય છે કે વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું તે રણ વિસ્તાર છે. ચુરુ એસપી જય યાદવે જણાવ્યું કે સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ઝાડ પર પડ્યું છે. જેના કારણે ઝાડ પણ બળી ગયું છે. ઘટના સ્થળેથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સેનાની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં સેનાની ટીમ વિમાનનો કાટમાળ એકઠો કરવાનું કામ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: PLAN CRASH: ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ #IAFJetCrash #RajasthanPlaneCrash #ChuruAccident