PKBSvsRCB : IPL 2024ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે ગુરુવારે મુલ્લાનપુરમાં રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી છે. આ કારણે મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. RCB ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે કારણ કે તેણે છેલ્લી ત્રણ મેચ સતત જીતી છે. પંજાબ ઘરઆંગણે પોતાની તાકાત બતાવવા માંગશે.
જ્યારે આત્મવિશ્વાસપૂર્ણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ ગુરુવારે પંજાબ કિંગ્સ સામે ટકરાશે, ત્યારે તેની નજર સતત ચોથી જીત નોંધાવવા પર હશે. સિઝનની ખૂબ જ ખરાબ શરૂઆત બાદ, RCB ટીમ સતત ત્રણ જીત સાથે ટુર્નામેન્ટમાં પરત ફરી છે અને શાનદાર ફોર્મમાં છે. જીતથી ટીમનું મનોબળ તો વધ્યું જ છે પરંતુ તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પણ પહોંચી ગઈ છે. RCBના 11 મેચમાંથી આઠ પોઈન્ટ છે અને જો તેઓ તેમની બાકીની ત્રણેય મેચો જીતી લે છે, તો પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેમની પાતળી આશા જીવંત રહેશે.
PKBSvsRCB : પંજાબની કેવી છે સ્થિતિ ?
PKBSvsRCB : પંજાબ કિંગ્સની સ્થિતિ પણ RCB જેવી જ છે. ટીમ 11 મેચમાં આઠ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. આ બેમાંથી માત્ર એક ટીમ 14 પોઈન્ટનો આંકડો સ્પર્શી શકશે. સીઝનની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે જીત અને છેલ્લી ત્રણ મેચ જીત્યા બાદ આરસીબીની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.
અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ટોચ પર સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છેલ્લી મેચમાં સારી ઇનિંગ રમીને ફોર્મમાં પાછો ફર્યો છે. વિલ જેક્સે પણ ગુજરાત ટાઇટન્સ સામેની જીતમાં સદી ફટકારીને પ્રભાવિત કર્યા હતા જ્યારે કેમેરોન ગ્રીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બોલ અને બેટ વડે પોતાના યોગદાનથી તેની યોગ્યતા સાબિત કરી હતી.
PKBSvsRCB : આરસીબીના બોલરો ફોર્મમાં પરત ફર્યા છે
PKBSvsRCB : ટીમના બોલરો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયેલા મોહમ્મદ સિરાજ આખરે ફોર્મમાં આવી ગયા છે અને યશ દયાલ અને વિજયકુમાર વિશાકે પણ ટાઇટન્સ સામે સારું પ્રદર્શન કર્યું છે અને RCB તેમની પાસેથી આ ફોર્મ ચાલુ રાખવાની અપેક્ષા રાખશે. બીજી બાજુ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમની બેટિંગ લાઇન-અપ પતન બાદ પંજાબ કિંગ્સનો આત્મવિશ્વાસ ઓછો હશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો