PETROL PRICE :  શું સાચે પેટ્રોલ – ડીઝલ ના ભાવ ઘટવાના છે  

0
90
Petrol Price
Petrol Price

PETROL PRICE  : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતાને મોટી રાહત આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (PETROL PRICE)  પ્રતિ લિટર 8 થી 10 રૂપિયા સુધીનો મોટો ઘટાડો જાહેર કરી શકે છે.

petrol dizel

આજ વર્ષના અંત પહેલા જ પેટ્રોલ (PETROL PRICE)  ડીઝલમાં ભાવ ઘટાડાની જાહેરાત થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે વડા પ્રધાનની મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં બંને ઇંધણમાં પ્રતિ લિટર 8 થી 10 રૂપિયાનો ઘટાડો કરવાનો સમાવેશ થાય છે જે ટૂંક સમયમાં પસાર થઈ શકે છે.

petrol

(PETROL PRICE)  :  સરકારી તેલ કંપનીઓને સારો લાભ થયો છે

6 એપ્રિલ, 2022થી સરકારી ઓઈલ કંપનીઓ તરફથી ઈંધણની પ્રી-રિફાઈનરી કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલુ નાણાકીય વર્ષમાં, ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ – ઈન્ડિયન ઓઈલ કોર્પ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ (HPCL) માટે ભારે નફો થયો છે. આ સાથે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં IOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂપિયા 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

price

મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ (PETROL PRICE)  અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ $77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે – સપ્ટેમ્બરમાં $93.54 અને ઓક્ટોબરમાં $90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત $93.15 પ્રતિ બેરલ હતી.

તમે આ પણ વાંચી શકો છો

31st night party  :  અમદાવાદની ટોપ 31st નાઈટ dj પાર્ટી ક્યાં થશે ? આ રહ્યું આખું લીસ્ટ , ટીકીટથી લઈને સમય બધું જ એક જગ્યાએ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.