ભિવંડી બિલ્ડિંગ દુર્ઘટનામાં હજુ પણ લોકો ફસાયા

0
242

શનિવારના રોજ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. આ સાથે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહત ફંડમાંથી આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે.ઇજાગ્રસ્તોની સારવાર સરકારી ખર્ચે કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ભિવંડીમાં બિલ્ડિંગ દુર્ઘટનાના 20 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ કાટમાળની અંદર દટાયેલાઓને શોધી રહી છે. રવિવારે સવારે આઠ વાગ્યે એનડીઆરએફએ કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા એવી આશંકા છે કે કાટમાળની અંદર હજુ પણ સાત લોકો દટાયેલા હોઈ શકે છે.તેમને બહાર કાઢવા માટે બચાવ ટીમ ઝડપથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ, ટીડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ અત્યાર સુધીમાં 14 લોકોને બચાવ્યા છે. જ્યારે છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસન દ્વારા એનડીઆરએફની ટીમોને પણ બોલાવી હતી. હાલ ઘટના સ્થળે 20 ટીડીઆરએફ અને 35 એનડીઆરએફ જવાનો કાર્યરત છે. ત્યારે ઘાયલોને બચાવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે ભિવંડી ફાયર વિભાગની 11 એમ્બ્યુલન્સ અને એક વાહન તૈનાત કરવામાં આવ્યું છે. સાથે જ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે..વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો