PCBએ પાકિસ્તાન સરકારને લખ્યો પત્ર

0
204
PCB wrote a letter to the Government of Pakistan
PCB wrote a letter to the Government of Pakistan

PCBએ પાકિસ્તાન સરકારને લખ્યો પત્ર

વર્લ્ડ કપ માટે ભારત જવા પરવાનગી માંગી

પાકિસ્તાનની ટીમ ભારતમાં 5 સ્થળોએ પોતાની મેચ રમશે

PCBએ પાકિસ્તાન સરકારને લખ્યો પત્ર છે .વન ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં યોજાનાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હવે તેની સરકારને પત્ર લખીને તેની ટીમને ભારત મોકલવાની મંજૂરી માંગી છે. પીસીબીએ આ પત્ર પાક પીએમ શહેબાઝ શરીફ તેમજ ગૃહ અને વિદેશ મંત્રાલયને મોકલ્યો છે. પીસીબીએ આ પત્રમાં પાકિસ્તાન સરકાર પાસેથી ઘણી મહત્વપૂર્ણ બાબતો પૂછી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે પીસીબીએ ESPN ક્રિકઇન્ફોને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થયા બાદ તરત જ અમારી સરકાર અને પાક પીએમને પત્ર લખ્યો હતો. અમે આની નકલ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને પણ મોકલી છે. અમે સરકાર પાસે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પરવાનગી માંગી છે.વર્ષ 2016માં ભારતમાં રમાયેલ ટી-20 વર્લ્ડ કપ બાદથી પાકિસ્તાની ટીમે અહીં મુલાકાત લીધી નથી. તે જ સમયે, વર્લ્ડ કપ પહેલા, PCB પણ સુરક્ષા ટીમ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આ અંગે પણ તેમણે સરકારને મોકલેલા પત્રમાં આ અંગે તેમનો અભિપ્રાય માંગ્યો છે. વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ પાકિસ્તાનની ટીમ ભારતમાં 5 સ્થળોએ પોતાની મેચ રમશે

ODI વર્લ્ડ કપના સત્તાવાર કાર્યક્રમ અનુસાર, પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ ક્વોલિફાયર-1 ટીમ સામે 6 ઓક્ટોબરે રમશે. આ પછી, ટીમ 12 ઓક્ટોબરે ક્વોલિફાયર-2 ટીમ સામે રમશે. પાક ટીમ તેની શરૂઆતની બંને મેચ હૈદરાબાદના મેદાન પર જ રમશે. પાકિસ્તાની ટીમ તેની ત્રીજી મેચ ભારત સામે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ 2 સ્થળો સિવાય પાકિસ્તાનની ટીમ બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ પોતાની મેચ રમશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ