મહારાષ્ટ્ર ના રાજકારણ મા આવેલો ભુકંપ કોના માટે સાબિત થશે ઘાતક  !

0
56
મહારાષ્ટ્ર રાજકારણ
મહારાષ્ટ્ર રાજકારણ

મહારાષ્ટ્ર ના રાજકારણ થી મોટા સમાચાર આવ્યા છે, મહારાષ્ટ્ર ના રાજકારણમાં એનસીપી માંટે ભુકંપ સર્જાયો છે,,મહારાષ્ટ્ર ના રાજકારણ માં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એનસીપી નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે મોટો ઝટકો છે. ત્યારે મહારાષ્ટ્ર ના રાજકારણ માં પણ અફરા તફરીનો માહોલ છે,

એસીપી  નેતા અજિત પવારે કર્યો બળવો

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે મોટી ઉથલપાથલ જોવા મળી છે. એનસીપી નેતા અજિત પવારે બળવો કર્યો અને ઘણા ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા. અજિત પવારે આજરોજ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત એનસીપીના નવ ધારાસભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા છે. આ ધારાસભ્યોમાં વરિષ્ઠ નેતા છગન ભુજબળ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, સંજય બંસોડ, અદિતિ તટકરે, ધર્મરાવ અને ધનંજય મુંડેએ પણ શપથ લીધા હતા.

amitshha

ભાજપે કર્યુ સ્વાગત

ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે એનસીપીના અજિત પવાર અને તેમની સાથેના નેતાઓ આજે PM મોદીના વિઝનને સમર્થન આપવા આવ્યા છે. આ સમીકરણ મહારાષ્ટ્રને આગળ લઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે રાષ્ટ્રવાદી પાર્ટીએ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આજે એનસીપીના અનેક ધારાસભ્યો જોડાયા છે

.લોકો આ ગેમને વધુ સમય સુધી સહન નહીં કરે : સંજય રાઉત

મહારાષ્ટ્રની આજના રાજકીય ઘટનાક્રમને ટાંકીને સંજય રાઉતે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું કામ ઉઠાવી લીધું છે… તેમને તેમનું કામ કરવા દો… મેં હમણાં જ શરદ પવાર સાથે વાત કરી… તેમણે જણાવ્યું કે, હું મજબૂત છું… અમને લોકોનું સમર્થન છે… અમે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને બધુ ફરી બનાવીશું… રાઉતે વધુમાં લખ્યું કે, જીહા લોકો આ ગેમને વધુ સમય સુધી સહન નહીં કરે. ભાજપ તેમને જેલમાં મોકલવાની તૈયારીમાં હતો. તેઓ મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.

અમને જનતાનું સમર્થન : સંજય

રાઉતમીડિયા સાથે વાત કરતા શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, અમને જનતાનું સમર્થન મળેલું છે. લોકો આ બાબતને સહન નહીં કરે. તેમણે કહ્યું કે, મંત્રી પદનું વિસ્તરણ શિંદે જૂથમાંથી થવું જોઈએ. શિંદે જૂથના લોકોને મંત્રી બનવાની તક મળી નથી. સંજય રાઉતે કહ્યું કે, જે નેતાઓ અજિત પવાર સાથે જશે તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે, તેઓ જાણતા હતા, આવું થઈ રહ્યું છે

image12

.આવો બળવો અગાઉ પણ થયો છે : શરદ પવાર

શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આવો બળવો અગાઉ પણ થયો છે, પરંતુ હું પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ. થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્રની મુખ્ય સહકારી બેંકમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે ભાજપ સરકારમાં જોડાયેલા એનસીપી નેતાઓ કહે છે કે, ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો છે અને હું આ માટે વડાપ્રધાનને ધન્યવાદ આપું છું… આગામી દિવસોમાં લોકોને ખબર પડશે કે એનસીપી ના આ નેતાઓએ શા માટે હાથ મિલાવ્યા છે, જે લોકોએ હાજરી આપી છે તેઓએ મારો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેમને ભાજપ દ્વારા આમંત્રણ અપાયું છે. પરંતુ તેમણે કહ્યું કે તેનું સ્ટેન્ડ અલગ છે.

પવારે કહ્યું, પીએમ મોદીએ એનસીપીને ભ્રષ્ટ પાર્ટી  ગણાવી હતી

શરદ પવારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ એક ભાષણમાં એનસીપી પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, એનસીપી એક સમાપ્ત થઈ ગયેલી પાર્ટી છે. વડાપ્રધાન મોદીએ પણ પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. હવે શરદ પવારે તેમના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, અજિત પવાર સાથે તેમની પાર્ટીમાંથી જે પણ સરકારમાં સામેલ થયા છે, તેઓ આ પગલાથી ખૂબ જ ખુશ છે.

મેં રાજકારણમાં દગો પહેલીવાર જોયો નથી…

એનસીપી વડા શરદ પવારે વધુમાં જણાવ્યું કે, જે લોકો તેમની પાર્ટીમાંથી સરકારમાં ગયા છે તેઓ હવે તમામ દોષ અને આરોપોથી મુક્ત થઈ જશે. શરદ પવારે કહ્યું કે, મેં રાજકારણમાં પહેલીવાર દગો જોયો હોય તેવું નથી. જો કે મોટા રાજકીય ઉલટફેરની ઘટના બાદ તેમણે અજિત પવાર, તેમના સમર્થકો તેમજ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેમને અજિત પવારની ચિંતા છે કારણ કે તેઓ નથી જાણતા કે તેમનું ભવિષ્ય કેવું હશે. 


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.