અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

0
71
અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ
અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા-ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 04 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે: અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09543 અસારવા – ચિત્તોડગઢ ડેમુ સ્પેશિયલ અસારવાથી  04 જુલાઈ 2023 થી દરરોજ 10:05 કલાકે ઉપડશે અને 20:05 કલાકે ચિત્તોડગઢ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ – અસારવા ડેમુ સ્પેશિયલ 04 જુલાઈ, 2023 થી દરરોજ  ચિત્તોડગઢથી 09:15 કલાકે ઉપડશે અને 19:10 કલાકે અસારવા પહોંચશે. ટ્રેન નંબર 09543/09544 નો પરિચાલન સમય અને સ્ટોપેજ અસારવા-હિંમતનગર વચ્ચે યથાવત રહેશે. હિંમતનગરથી ચિત્તોડગઢ વચ્ચે આ ટ્રેન વનતાડા, રાયગઢ રોડ, સુનક, શામળાજી રોડ, લુસાડિયા, જગાબોર, બિછીવાડા, શ્રી ભવનાથ, શાલાશાહ થાણા, ડુંગરપુર, કોતાના, રીખભદેવ રોડ, કુંડલગઢ, સેમારી, સુરખંડ કા ખેડા, જયસમંદ રોડ, પાડલા, જાવર, ખારવા ચાંદા, ઉમરા, ઉદયપુર સિટી, રાણાપ્રતાપ નગર, માવલી જં, ફતેહનગર, ભૂપાલ સાગર, કપાસણ, પાંડોલી, નેતાવલ અને ઘોસુંડા સ્ટેશનો પર થોભશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે .

અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

પશ્ચિમ રેલવે દ્વારા સતત યાત્રિકોની સુવિધાઓને ધ્યાનમાં લઈને યાત્રા સફળ અને આનંદદાયક બની રહે તે માટે સતત પ્રયત્ન કરાતો રહ્યો છે. સાથે જ રેલવે યાત્રીકોને સફર દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે પ્રયત્નશીલ છે. રેલવેના સુરક્ષા કર્મચારીઓ સતત મુસાફરોની સલામતી માટે સફર દરમિયાન હાજર હોય છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ યાત્રિકોના સામાનની હમેશા ચોકસાઈ રાખે છે. અને યાત્રિકોનો ખોવાયેલો સામાન સરળતાથી પરત કરવામાં પહેલ કરે છે. ક્યારેક સમાન ખોવી જાય કે સફર દરમિયાન યાત્રિક ભૂલી જય તો તેના માલિક સુધી પહોંચાડવામાં ઓપરેશન અમાનત હેઠળ સ્ટાફ તેના ખરા માલિક સુધી પહોચાડે છે.

અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

ભારતીય રેલ સૌથી મોટું નેટવર્ક ધરાવે છે અને હમેશા સેવાઓ પૂરી પાડવા તત્પર હોય છે. અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદ હિમતનગર ઉદયપુર રેલવે લાઈન હાલ આધુનિક સુવિધાઓ સાથે અપડેટ કરાઈ છે અને બ્રોડગેજમાં રૂપાંતરિત કરાઈ છે. યાત્રાળુઓને વધુ સુવિધા મળે અને માત્ર 6 કલાકમાં ચિત્તોડ ગઢ સુધી પહોચાડવામાં આ રૂટ સફળ રહેશે તેવો આશાવાદ પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ વ્યક્ત કર્યો હતો.