PBKS Vs SRH : IPL 2024મા આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે. હૈદરાબાદે તેની છેલ્લી મેચમાં ચેન્નાઈને હરાવ્યું હતું જ્યારે પંજાબે ગુજરાત સામે હારેલી મેચમાં જીત મેળવી હતી. આ મેચ પણ રોમાંચક બને તેવી પૂરી શક્યતાઓ છે.

PBKS Vs SRH : આઈપીએલમાં અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ 4 મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન પેટ કમિન્સની ટીમે 2 મેચ જીતી છે. જયારે તેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. શિખર ધવનની ટીમ પણ 2 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. જો કે પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
PBKS Vs SRH : શું કહે છે પીચ રિપોર્ટ

આજે આપણે ચંદીગઢના આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકીએ છીએ. જોકે, અહીં છેલ્લી મેચમાં બોલરોને પણ ઘણી મદદ મળી હતી. પંજાબ કિંગ્સે આ મેદાન પર દિલ્હીને હરાવ્યું હતું. તે મેચમાં પંજાબે 175 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
PBKS Vs SRH : પંજાબ હેડ ટુ હેડમાં આગળ

PBKS Vs SRH : IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ છે. જેમાંથી પંજાબે 14 મેચ જીતી હતી અને હૈદરાબાદે 7માં જીત મેળવી હતી એટલે કે PBKS એ હૈદરાબાદ સામે 66 ટકા મેચ જીતી હતી. બંને ટીમ વચ્ચે છેલ્લી મેચ 2023 માં હૈદરાબાદમાં થઈ હતી, જ્યારે SRH 8 વિકેટે જીતી હતી. તો, છેલ્લી વખત બંને ટીમ મોહાલીમાં વર્ષ 2019 માં મળી હતી, જ્યાં પંજાબે 6 વિકેટે મેચ જીતી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો