VR MALL : સુરતમાં VR મોલમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો મેલ, પોલીસે આખો મોલ ખાલી કરાવ્યો  

0
54
VR MALL
VR MALL

VR MALL :  સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેઈલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના અપાઈ છે. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડ્યા હતા. જેને લઈને તેમને ઈજા પહોંચી છે. આ ધમકી ભર્યો મેઈલ આવતા જ ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્ક્વૉડ, બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ મોલ ખાતે દોડી આવી છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મોલ પર આવી પહોંચ્યા છે. 

VR MALL

VR MALL : સુરત VR મોલને ઈ-મેઈલ આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.’. મહત્વનું છે કે, દેશમાં કુલ 52 જગ્યાઓ પર આ પ્રકારના મેઈલ આવ્યા છે. ધમકી બાદથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધમકી ભર્યો મેઇલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મેઇલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોલની અંદર બહાર નીકળવા માટે લોકોમાં નાસભાગ મચી હોય એવા દૃશ્યો સામે આવ્યા છે.

VR MALL :બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસમાં લાગી

VR MALL


મળતી માહિતી મુજબ દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. એમા લખ્યુ હતું કે, આ મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે.

VR MALL : 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા

VR MALL


VR મોલમાં નોકરી કરતા આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ હતી, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, 10-15 મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.