Patidar Businessman Suresh Patel Murder: અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં મૂળ મહેસાણાના પાટીદાર વેપારી સુરેશ પટેલની હત્યાના કેસમાં પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને હથિયારબંધ શંકાસ્પદે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરીને તેને જમીન પર પાડી દબોચી લીધો હતો. આરોપીની ધરપકડનો વીડિયો પણ સામે આવ્યો છે.
Patidar Businessman Suresh Patel Murder: 20 ઓગસ્ટે દીકરીની નજર સામે પિતાની હત્યા

મૂળ મહેસાણાના આખજ ગામના વતની સુરેશ પટેલ છેલ્લા લગભગ 30 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. તેમણે ટેનેસીના જેક્સનમાં નવી લીકર શોપ શરૂ કરી હતી. ઘટના બની ત્યારે સ્ટોર શરૂ થયાને હજુ થોડા જ દિવસ થયા હતા.
20 ઓગસ્ટની રાત્રે સુરેશ પટેલ અને તેમની દીકરી સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન એક બુકાનીધારી લૂંટારુ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. આરોપી પાસે હથિયાર હોવાથી લૂંટ દરમિયાન સુરેશ પટેલે પ્રતિકાર કર્યો નહોતો.
Patidar Businessman Suresh Patel Murder: લૂંટ બાદ ભાગતી વખતે વરસાવી ગોળીઓ

લૂંટારુ સ્ટોરમાંથી બહાર નીકળતી વખતે ગોળીબાર કરી ગયો હતો. આ ગોળીબારમાં સુરેશ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની દીકરીની નજર સામે જ તેમનું મોત થયું હતું.
ઘટના બાદ જેક્સન પોલીસ વિભાગે તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્ટોર અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTVના આધારે શંકાસ્પદ આરોપીની ઓળખ કરવામાં આવી હતી.
Patidar Businessman Suresh Patel Murder: પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં આરોપી ભાગ્યો

જેક્સન પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ 23 ઓગસ્ટે બપોરના સમયે પોલીસને શંકાસ્પદ વ્યક્તિ કાર ચલાવતો જોવા મળ્યો હતો. પોલીસકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ શંકાસ્પદે પોલીસથી બચવા માટે કાર હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસકર્મીઓએ તેને જમીન પર પાડી દબોચી લીધો હતો.
Patidar Businessman Suresh Patel Murder: શંકાસ્પદ આરોપી સામે વધુ હત્યાનો ખુલાસો

સુરેશ પટેલની હત્યાની તપાસ આગળ વધતાં ઝડપાયેલા શંકાસ્પદ આરોપી સાથે અન્ય એક હત્યાનો સંબંધ હોવાની માહિતી પણ સામે આવી છે. સ્થાનિક માહિતી અનુસાર આરોપીએ એક પંજાબી યુવાનની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે અમેરિકાની સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે અને બંને હત્યાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
Patidar Businessman Suresh Patel Murder: મહેસાણાના આખજ ગામમાં શોકની લાગણી
સુરેશ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની હતા. અમેરિકામાં સ્થાયી થયા બાદ પણ તેમનો પરિવાર અને વતન સાથે સંપર્ક રહ્યો હતો. ઘટનાની જાણ થતાં આખજ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
ગામના આગેવાન દિનશ સુથારના જણાવ્યા પ્રમાણે સુરેશ પટેલની હત્યા બાદ આરોપીએ એક પંજાબી યુવાનની પણ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસની સતર્કતાના કારણે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ અમેરિકાની પોલીસ દ્વારા સમગ્ર કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરેશ પટેલની હત્યા પાછળ લૂંટ સિવાય અન્ય કોઈ કારણ હતું કે નહીં, તેમજ આરોપી સામે કયા કાયદાકીય આરોપો લગાવવામાં આવે છે તે અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મેઘરાજા પધારે છે, લાપસીના આંધણ મૂકો! 3થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી

