ડીસા માં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ અને ચાણસ્મા માં ફટાકડાની 11 દુકાનોમાં તપાસ

0
58

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ તંત્ર સજાગ બન્યું છે. પાટણમાં પ્રાંત અધિકારીની સૂચના બાદ પાટણ અને ચાણસ્મામાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ તંત્રે ફટાકડાની 11 દુકાનોમાં ચકાસણી કરી અને નિયમોના ભંગ બદલ દુકાનો સીલ કરી હતી. પ્રાંત અધિકારીના આદેશ અનુસાર, 11 નાયબ મામલતદારોની ટીમોએ પાટણ અને ચાણસ્માની ફટાકડાની દુકાનોમાં તાબડતોબ ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તંત્રે જણાંવ્યું કે નિયમ મુજબ લાયસન્સ ધારકો માટે ફાયર NOC સાથે રિન્યુઅલ ફરજિયાત છે. છતાં પણ, 11માંથી 7 દુકાનોએ હજુ સુધી રિન્યુઅલ કરાવ્યું નહોતું. સાથે જ તપાસમાં પાંચ લાયસન્સ ધારકો પાસે કોઈ પણ પ્રકારનો ફટાકડાનો સ્ટોક ન હોવાનું ખુલ્યું હતું. જ્યારે બે દુકાનોમાં સ્ટોક મળતા, તંત્રે બંને દુકાનો સીલ કરી હતી.

પાટણ શહેરમાં પણ બે દુકાનોમાં ગેરરીતિઓ જણાઈ આવતા તે દુકાનો પણ સીઝ કરવામાં આવી છે. તંત્રના આ પગલાંને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

પાટણના પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી

પાટણ અને ચાણસ્મામાં ફટાકડાની 11 દુકાનોમાં તપાસ

11 નાયબ મામલતદારની ટીમ દ્વારા તપાસ

બે લાયસન્સ ધારકોની દુકાનોમાં સ્ટોક મળી આવતા સીલ કર્યુ

પાટણ શહેરમાં બે દુકાનો સીઝ કરવામાં આવી

ડીસા માં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ અને ચાણસ્મા માં ફટાકડાની 11 દુકાનોમાં તપાસ

Deesa માં 18 ના મોતનો જવાબદાર કોણ | Power Play 1854 | | VR LIVE #deesa #fire #banaskantha

આવા વધુ સમાચાર માટે જોતા રહો