ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન,મુસાફરની ધરપકડ

0
170
ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન,મુસાફરની ધરપકડ
ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન,મુસાફરની ધરપકડ

દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન

મુસાફરની ધરપકડ કરવામાં આવી

રાજસ્થાનના તગત સિંહની ધરપકડ કરવામાં આવી   

ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાનની ઘટના સામે આવી છે. સાઉદી અરેબિયાથી મુંબઈ આવેલા એક મુસાફરની તાજેતરમાં વિમાનની અંદર ધૂમ્રપાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે એરલાઈનના ટોઈલેટમાં ધૂમ્રપાન કરતા પકડાયો હતો. હાલ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. ઈન્ડિગોની દુબઈ-મુંબઈ ફ્લાઈટ દરમિયાન શૌચાલયમાં ધૂમ્રપાન કરતા જોવા મળતા મુસાફર કવરાજ તગત સિંહ વિરુદ્ધ મુંબઈના સહારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આઈપીસી કલમ 336 અને એરક્રાફ્ટ નિયમોની કલમ 25લગાવવામાં આવી છે

આ કલમો લગાવવામાં આવી

ઈન્ડિગોની દુબઈ-મુંબઈ ફ્લાઈટ દરમિયાન શૌચાલયમાં ધૂમ્રપાન કરતા જોવા મળતા મુસાફર કવરાજ તગત સિંહ વિરુદ્ધ મુંબઈના સહારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આઈપીસી કલમ 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવા) અને એરક્રાફ્ટ નિયમોની કલમ 25 (એરક્રાફ્ટના કોઈપણ ભાગમાં અથવા તેની નજીકમાં કે જેમાં નોટિસ પ્રદર્શિત કરવામાં આવે છે કે ધૂમ્રપાન પ્રતિબંધિત છે) લગાવવામાં આવી છે

રાજસ્થાનની વ્યક્તિ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના રહેવાસી 26 વર્ષીય કવરાજ તગત સિંહ 3 ઓગસ્ટના રોજ દુબઈથી મુંબઈ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં હતા. પ્રવાસ દરમિયાન તે ટોયલેટમાં ગયો અને ધૂમ્રપાન કરવા લાગ્યો. જ્યારે ક્રૂએ ગંધની તપાસ કરી તો ટોઇલેટમાંથી બળી ગયેલી સિગારેટનો ટુકડો મળી આવ્યો હતો. જ્યારે ક્રૂએ પેસેન્જરને સ્મોકિંગ વિશે પૂછ્યું તો તેણે ક્રૂ મેમ્બર્સને સિગારેટનું પોકેટ અને લાઈટર આપ્યું. મુંબઈ રપોર્ટ પર લેન્ડિંગ પર ફ્લાઈટના ક્રૂએ તરત જ પેસેન્જરને સહારા પોલીસને સોંપી દીધો હતો

વાંચો અહીં હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી