HomeDeshશહીદ મહિપાલસિંહ સંતાનનું મોઢું જુવે તે પહેલા જ લીધા અંતિમશ્વાસ

શહીદ મહિપાલસિંહ સંતાનનું મોઢું જુવે તે પહેલા જ લીધા અંતિમશ્વાસ

અમદાવાદના વીર જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા દેશની રક્ષા કરતા શહીદ થયા છે , માત્ર 25વર્ષની નાની વયે શહીદ થયા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા જયારે દેશ માટે શહીદ થયા છે ત્યારે દેશ સહિત તેમની જન્મભૂમી અમદાવાદ આજે નતમસ્તક વંદન કરી રહ્યું છે. તેમના નિવાસસ્થાન પર મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શહીદ વીર જવાનની પત્ની સગર્ભાવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે ત્યારે . શહીદ વીર જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર છે

WhatsApp Image 2023 08 06 at 15.19.50 1

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહિદ થયા છે. જોકે તેમની પત્ની સગર્ભાવસ્થામાં હોવાથી તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક તરફ તેમનું સંતાન દુનિયામાં આવવાની તૈયારીમાં છે અને બીજીબાજુ શહીદ મહિપાલસિંહ વાળા દુનિયાને અલવિદા કહી દીધું છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. ઓપરેશન દરમિયાન શુક્રવારે (4 ઓગસ્ટ) સાંજે સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આતંકીઓને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે 5મી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થઇ હતી અથડામણ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થઇ હતી અથડામણ

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી , જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ શુકવારે આંતકી સાથેની અથડામણમાં 25 વર્ષની નાની વયે શહીદ થયા હતા.

તેમના નિવાસસ્થાન પર મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વીર જવાન શહીદ મહિપાલસિંહ સંતાનનું મોઢું જુવે તે પહેલા જ લીધા અંતિમશ્વાસ

વીર જવાન શહીદ મહિપાલસિંહ સંતાનનું મોઢું જુવે તે પહેલા જ લીધા અંતિમશ્વાસ

મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. આજે તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.ત્યારે બીજી તરફ મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એર કાર્ગો મારફતે અમદાવાદમાં લાવવામાં આવશે. સાંજે 5 કલાકે મુખ્ય મંત્રીની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવશે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments