Parshottam Rupala : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા બે દિવસ પૂર્વે માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયં સેવકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ બહુમાળી ચોક ખાતે આજે કરણી સેના દ્વારા ‘BJP તુજસે બૈર નહીં રૂપાલા તેરી ખૈર નહીં’ સહિતના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ કેન્સલ થાય તેવી માગ કરવામાં આવી હતી.

Parshottam Rupala : અમદાવાદમાં રાજપૂત સમાજની મોટી બેઠક

Parshottam Rupala : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી. જોકે, રૂપાલાએ વીડિયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માગી લીધી હતી. પરંતુ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.
વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.
Parshottam Rupala : રાજ્યભરમાં રૂપાલાનું પુતળા દહન કરવામાં આવશે

ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી, સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું. પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂપાલાનો જ વિરોધ છે, તેમના વિરોધમાં મતદાન કરાશે. ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.
Parshottam Rupala : રૂપાલાનું શું હતું વિવાદિત નિવેદન
પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા.’
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો