ParliamentSession : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઇ ગયું છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને આજે સંબોધિત કરીહતી . આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ચૂંટાયેલી સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ઈમરજન્સી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આવનારા થોડા મહિનામાં ભારત પ્રજાસત્તાક તરીકે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ભારતીય બંધારણ છેલ્લા દાયકાઓમાં દરેક પડકારો અને કસોટી સામે ટકી રહ્યું છે. દેશમાં બંધારણ લાગુ થયા બાદ પણ બંધારણ પર અનેક હુમલા થયા છે. 25 જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પર સીધો હુમલો હતો. જ્યારે તે લાદવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો.
ParliamentSession : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઇ ગયું છે, 26 જૂન-1975માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા દેશમાં લાગુ કરાયેલી કટોકટીને બુધવારે સંસદમાં યાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં કટોકટીના વિરુદ્ધમાં સંસદમાં ઠરાવ પસાર કરાયો અને મૌન પાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સંસદની કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
ParliamentSession : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટી વિરુદ્ધના ઠરાવને વાંચવાનું શરૂ કર્યું અને તેને ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી હતી, આ સમયે વિપક્ષના સાંસદો જગ્યા પર ઉભા થઇને ઉગ્ર નારા લગાવવા લાગ્યા હતા. હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આપણે આવા રાજકીય પ્રસ્તાવોથી બચવું જોઈએ.
ParliamentSession : રાહુલે કટોકટીના વિરુદ્ધનાં ઠરાવનો વિરોધ ઉઠાવ્યો
લોકસભામાં કટોકટીની નિંદા વિરુદ્ધનો ઠરાવ પસાર કરાતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નારાજગીર વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અધ્યક્ષે આવો રાજકીય પ્રેરિક પ્રસ્તાવ ન લાવવો જોઈએ અને તેમણે તેનાથી બચવું જોઈતું હતું. દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિ ગઠબંધન (I.N.D.I. Alliance)ના નેતાઓ સાથે આજે અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ની મુલાકાત કરી હતી. આ ઉપરાંત આજે લોકસભામાં શરૂ થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કટોકટી વિરુદ્ધના ઠરાવથી વાંધો વ્યક્ત કર્યો છે.
ParliamentSession : ભાજપ-કેન્દ્ર લોકસભાનો માહોલ બગાડવા માંગે છે : કોંગ્રેસ મહાસચિવ
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે (K.C.Venugopal) પણ કટોકટી વિરુદ્ધના ઠરાવનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જે રીતે કટોકટીની વાત કહી, તે આશ્ચર્યજનક છે. સરકારે જાણીજોઈને આજનો દિવસ પસંદ કર્યો છે. આજે ગૃહનો માહોલ સારો હતો, આજે અધ્યક્ષની ચૂંટણી યોજાવાની હતી, જોકે ભાજપ અને કેન્દ્ર સરકાર આ માહોલને બગાડવા માંગતી હતી.’
ParliamentSession : અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભામાં શું કહ્યું હતું?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઠરાવ વાંચતા કહ્યું હતું કે, 26 જૂન, 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને સમગ્ર દેશને જેલમાં ફેરવી નાખ્યો હતો. તે સમયે વિપક્ષના અનેક નેતાઓને જેલમાં કેદ કરી લેવાયા હતા. મીડિયા અને ન્યાય પાલિકા પર પ્રતિબંધો લાગુ કરી દેવાયા હતા. હવે આજે જ્યારે આપણે કટોકટી લાગુ કરી તેના ૫૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે 18મી લોકસભા લોકશાહી અને બંધારણ બચાવવા માટે કટિબદ્ધ છે. સ્પીકર ઓમ બિરલા અને ભાજપના સાંસદો દ્વારા કટોકટીના વિરુદ્ધમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો