ParliamentAttack : શું સંસદમાં દરેક વ્યક્તિનું જવું શક્ય છે ? પ્રવેશ માટે શું છે પ્રોસેસ ?

1
174
Parliament Attack
Parliament Attack

Parliament Attack :  આજે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઇ છે, લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો સાંસદોની વચ્ચે કૂદી પડ્યા. અને સ્મોક ક્રેકર ફેંક્યા હતા, આ ઘટના ત્યારે બની જયારે આજે સંસદ હુમલાની 22 મી વરસી હતી, આ બંનેને ગૃહમાં હાજર સાંસદો અને સુરક્ષાકર્મીઓએ પકડીને માર માર્યો હતો. બંનેનો ઈરાદો શું હતો તે અંગે સ્પષ્ટ કંઈ કહી શકાય તેમ નથી. આ સિવાય ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી એક મહિલા અને એક પુરુષની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ નીલમ અને અનમોલ છે. (Parliament Attack) ત્યારે આજે અમે તમને જણાવીશું કે શું સંસદમાં પ્રવેશ લેવો એટલો આસાન છે ? અને સંસદમાં પ્રવેશ માટેની શું પ્રોસેસ હોય છે ? જોવો અમારો આ ખાસ અહેવાલ.

LOKSABHA 2

સંસદમાં આમ જનતાને થોડી પ્રોસેસમાંથી પસાર થઇ પ્રવેશ તો આપવામાં આવે છે પરંતુ  સૌથી મોટો સવાલ એ છે કે, સંસદની સુરક્ષા તોડી સ્મોક ક્રેકર સાથે ઘુસી કેવી રીતે ગયો ?  આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. શું સામાન્ય માણસ માટે ગૃહના સૌથી સુરક્ષિત ભાગમાં પહોંચવું ખૂબ જ સરળ છે?  આપણા દેશની સંસદમાં કોઈપણ સામાન્ય માણસ જઈ શકે છે. પરંતુ આ માટે કડક પ્રક્રિયા છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ સંસદમાં બે રીતે પ્રવેશ મેળવી શકે છે.

પ્રથમ રસ્તો મુલાકાત માટે પાસ મેળવવાનો છે.

આ પ્રકારના પાસ દ્વારા સંસદની અંદરના મ્યુઝિયમ વગેરે બતાવવામાં આવે છે.

અન્ય એક રસ્તો છે  જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદની અંદર મુલાકાત થાય છે.

આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ સંસદમાં જઈને લોકસભાની કાર્યવાહીનું સીધું નિરીક્ષણ કરી શકે છે.

લોકસભાની કાર્યવાહી જોવા માટે લોકસભા બિલ્ડિંગની અંદર એક પ્રેક્ષક ગેલેરી છે. આ વિઝિટર ગેલેરી લોકસભાની બાલ્કનીમાં બનાવવામાં આવી છે. અહીં સામાન્ય લોકો ઉપરના માળે બેસે છે. લોકસભામાં પ્રવેશ માટે આપવામાં આવેલ પાસ મર્યાદિત સમય માટે છે. તેનો અર્થ એ છે કે આ પ્રવેશ પાસ માત્ર એક નિશ્ચિત સમય સ્લોટ માટે જ ઉપલબ્ધ છે. સામાન્ય લોકો સ્લોટ સમય અનુસાર જ પ્રવેશ કરે છે.

લોકસભાની કાર્યવાહી જોવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ લોકસભાના સ્વાગત કાર્યાલય અથવા લોકસભાની સત્તાવાર વેબસાઇટ www.parliamentofindia.nic.in પરથી ઉપલબ્ધ છે. આ ફોર્મમાં અરજદારનું નામ, પિતાનું નામ, ઉંમર, વ્યવસાય, સ્થાનિક અને કાયમી સરનામું જેવી માહિતી આપવાની રહેશે. આ પછી, આ અરજી ફોર્મને કોઈપણ લોકસભા સાંસદ દ્વારા વેરિફિકેશન કરાવવાનું રહેશે. જરૂરી નથી કે આ સાંસદો તમારા સંસદીય ક્ષેત્રના જ હોય. પાસ ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેના ફોર્મ પર સાંસદની સહી અને સ્ટેમ્પ હશે.

Capture 5

લોકસભા મુલાકાતીઓની ગેલેરી માટેના પાસ માત્ર એક દિવસ અગાઉથી જ બનાવી શકાય છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશની મંજૂરી નથી. અને ઉપલબ્ધ સીટોના આધારે થોડા કલાકો માટે જ પાસ આપવામાં આવે છે.

પાસ ઉપરાંત સંસદનો શૈક્ષણિક પ્રવાસ પણ કરાવવામાં આવે છે. જેમાં બાળકોના એક સમૂહને લોકસભાની કાર્યવાહી બતાવવામાં આવે છે. આ માટે શાળા કે અન્ય શૈક્ષણિક સંસ્થાએ સાંસદ, લોકસભા અધ્યક્ષ અથવા લોકસભાના મહાસચિવનો સંપર્ક કરવાનો રહેશે. તમામ બાળકોની માહિતી અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ત્યાર પછી જ તેમને પાસ આપવામાં આવે છે.

આશા રાખીએ તમને આ અમારી માહિતી પસંદ આવી હશે, આપને આ માહિતી યોગ્ય લાગી હોય તો આ સમાચારને aap શેર પણ કરી શકો છો.

તમે આ પણ વાંચી શકો છો

LOKSABHA : સંસદની સુરક્ષામાં મોટી ચૂક, પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.