Parakala Prabhakar : ખુદ નાણામંત્રીના પતિએ જ કહ્યું ચૂંટણી બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ, મોદી સરકાર સામે વિપક્ષ નહિ જનતા લડશે

0
88
Parakala Prabhakar
Parakala Prabhakar

Parakala Prabhakar : લોકસભા ચૂંટણીનો રંગ હવે દેશભરમાં જામી ચુક્યો છે, સરકાર અને વિપક્ષ એકબીજાને અનેક મુદ્દે આકરા શબ્દોના પ્રહારો અને આક્ષેપો કરી રહી છે, ત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે કે સરકારના ગાલ પર તમાચો વાગ્યા બરાબર છે,  કેન્દ્રની મોદી સરકારના જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પતિએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ચૂંટણી બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. અને એમાંથી બહાર કેવી રીતે આવવું  એ મોદી સરકાર સામે સૌથી મોટો સવાલ બનીને ઉભું છે.    

Parakala Prabhakar

Parakala Prabhakar :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની આર્થિક નીતિઓ પર સવાલો ઉઠાવનાર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે  સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અર્થશાસ્ત્રી અને નાણામંત્રીના પતિ પરકલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે.

ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે કોંગ્રેસ સતત હુમલાખોર છે. ત્યારે  વિરોધ પક્ષે નાણામંત્રીના પતિ પરકલા પ્રભાકરના નિવેદનની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કોંગ્રેસનો દાવો છે કે પરકાલાએ ઈલેક્ટોરલ બોન્ડને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે સીતારમણના પતિએ કંઈક એવું કહ્યું છે જે સરકારને અરીસો બતાવે છે.  

Parakala Prabhakar

Parakala Prabhakar :  નાણામંત્રીના પતિ પરકલા પ્રભાકરે ક્યાં આપ્યું પોતાનું નિવેદન?

Parakala Prabhakar :  નાણામંત્રી સીતારમણના પતિએ એક મીડિયા ચેનલને આપેલા નિવેદનમાં ચૂંટણી બોન્ડ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડનો મુદ્દો ભાજપ માટે રાજકીય રીતે મોંઘો પડશે. કેરળની ન્યૂઝ ચેનલ રિપોર્ટર ટીવી સાથે વાત કરતા પરકલા પ્રભાકરે કહ્યું કે, ‘ઇલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ આજના કરતાં વધુ વેગ મેળવશે. હવે બધા સમજી રહ્યા છે કે આ માત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. તેમણે કહ્યું કે આ મુદ્દાને કારણે સરકારને દેશના મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.

Parakala Prabhakar

Parakala Prabhakar :  કયા ચાર પક્ષોને સૌથી વધુ દાન મળ્યું?

Parakala Prabhakar :  નોંધનીય છે કે સ્ટેટ બેંકે સૌપ્રથમ ચૂંટણી પંચને 12 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2024 વચ્ચે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કેટલું દાન મળ્યું તેની વિગતો સબમિટ કરી હતી. આ પછી કમિશને તેની વેબસાઇટ પર તેને સાર્વજનિક કર્યું. જેમાં ભાજપને સૌથી વધુ 6,986.5 કરોડ રૂપિયા મળ્યા. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ 1,397 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે. કોંગ્રેસને રૂ. 1,334 કરોડ મળ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ₹1,322 કરોડના દાન સાથે ચોથા સ્થાને છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો