રખડતાં કૂતરાને કારણે વાઘબકરીના પરાગ દેસાઈનો જીવ ગયો નથી, AMCનો બેશરમ ખુલાસો

    0
    526
    પરાગ દેસાઇ
    પરાગ દેસાઇ

    દેશની દિગ્ગજ ચા બ્રાન્ડ વાઘબકરી ગ્રુપના ડાયરેક્ટરના મોત બાદ અમદાવાદમાં રખડતાં કૂતરા ઓના આતંકનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. કૂતરા ઓ પાછળ પડવાને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા અને તેમને બ્રેઇનહેમરેજ થયું હતું. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકા કૂતરા ને કારણે મોતની વાત સ્વીકારવા તૈયાર નથી. ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ સતત વધી ગયો છે. સરકાર તથા તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાના ધૂમાડા કરી રહી છે, પરંતુ અમદાવાદની જનતા કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત થઈ ગઈ છે. અમદાવાદમાં રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી બ્રાન્ડના માલિક પરાગ દેસાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાત નકારી રહ્યાં છે. 

    ઉદ્યોગપતિના નિધન બાદ એએમસીનું નિવેદન
    અમદાવાદમાં વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર પરાગ દેસાઈની પાછળ રખડતા કૂતરાઓ દોડ્યા હતા. આ દરમિયાન કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ઉદ્યોગપતિના મોત બાદ અમદાવાદમાં રખડતાં કૂતરાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે. હવે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. દેવાંગ દાણીએ કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈનું મોત થવાની વાત નકારી છે. 

    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાથ અધ્ધર કરતા કહ્યું કે, પરાગ દેસાઈની પાછળ કૂતરું પડ્યું નહોતું. તેમણે કહ્યું કે, રખડતાં કૂતરાઓને કારણે પરાગ દેસાઈનો જીવ ગયો નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સ્લીપ થઈ જવાને કારણે પરાગ દેસાઈનું નિધન થયું છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે પોતાનો કોઈ વાંક ન હોય તે સાબિત કરવા ઈચ્છે છે. એએમસી તંત્ર રખડતા કૂતરાઓ બાબતે હાથ અધ્ધર કરી રહ્યાં છે. 

    સેલ્બી હોસ્પિટલનું નિવેદન આવ્યું સામે
    બીજીતરફ વાઘબકરી ગ્રુપના પરાગ દેસાઈને સારવાર માટે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. સેલ્બી હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે પરાગ દેસાઈને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં પણ સ્પષ્ટ કર્યું કે, પરાગ દેસાઈ પાછળ કૂતરાઓ પડ્યા હતા. મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું કે કૂતરાઓ પાછળ દોડવાને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા અને તેમને ઈજા પહોંચી હતી. 

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે