HomeBreaking NewsPANKAJ TRIPATHI : પંકજ ત્રિપાઠીના બનેવીનું ભયંકર કાર અકસ્માતમાં મોત, બહેન પણ...

PANKAJ TRIPATHI : પંકજ ત્રિપાઠીના બનેવીનું ભયંકર કાર અકસ્માતમાં મોત, બહેન પણ ICU માં   

PANKAJ TRIPATHI : બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના બહેન અને બનેવીને ઝારખંડના ધનબાદમાં અકસ્માત નડ્યો છે. જેમા બનેવીનું મૃત્યું થયું છે. કલાકાર પંકજ ત્રિપાઠીના બહેન સવિતા તિવારી અને બનેવી રાજેશ તિવારીની કારના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમા સ્પષ્ટ રીતે દેખાય છે કે પુરપાટ ઝડપે આવતી કાર કઈ રીતે કાબૂ ગુમાવતા ડિવાઈડર પર ચડી જાય છે.

PANKAJ TRIPATHI

PANKAJ TRIPATHI : પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશને મુન્ના નામે પણ ઓળખવામાં આવતા હતા. તે રેલવે કર્મચારી હત અને તેમનું પોસ્ટિંગ ચિતરંજન સ્ટેશનમાં હતું. તે બિહારમાં પોતાના ગામથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જીટી રોડમાં ધનબાદ રિરસા પાસે તે રોડ અકસ્માતનો શિકાર થયા હતા.  

PANKAJ TRIPATHI

PANKAJ TRIPATHI : એક તરફ મહિલા હાથમાં થેલી લઈને રસ્તો ક્રોસ કરતી હોય છે, તે સમયે જ સ્પીડમાં આવતી કાર મહિલાની અત્યંત નજીકથી પસાર થાય છે અને સીધી ડિવાઈડર પર જ ચડી જાય છે. જોકે વધુ ગતિમાં દોડતી કાર ડિવાઈડરની જ દિવાલ સાથે ટકરાઇ છે. અકસ્માતની ઘટના બનતા જ સવિતા અને રાજેશ તિવારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબોએ પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશ તિવારીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બહેન સવિતાની હાલત પણ ગંભીર હોવાથી તેમને કોલકાતા સારવાર માટે ખસેડાયા છે.

PANKAJ TRIPATHI : ઓગસ્ટ 2023 માં પંકજે પિતાને ગુમાવ્યા

PANKAJ TRIPATHI


ગત વર્ષે ઓગસ્ટના મહિનામાં પંકજ ત્રિપાઠીએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. તેમના પિતા પંડિત બનારસ તિવારીનું નિધન 99 વર્ષની ઉંમરમાં થયું હતું. તેમના પરિવાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે તે દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવારના નજીકના સભ્યો સામેલ હતા. જ્યારે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પંકજ ત્રિપાઠી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments