HomeDeshપાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

G20 બેઠક યોજીને કાશ્મીરના લોકોનો અવાજ નહીં દબાવી શકે ભારત : ભુટ્ટો

જમ્મૂ-કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને લઈને પાકિસ્તાન અકળાયું છે. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ભુટ્ટોએ વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, “’ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી. હું કાશ્મીરી લોકો સાથે એકતા વ્યક્ત કરવા બાગ જિલ્લામાં એક વિરોધ રેલીમાં પણ ભાગ લઈશ. હું માનું છું કે, જ્યારે કોઈ દેશ ભારત જેવું પગલું ભરે છે ત્યારે તેનો અસલી ચહેરો દુનિયાની સામે આવે છે. ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને કાશ્મીરના લોકોનો અવાજ દબાવવામાં સફળ નહીં થાય.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments